રોજગારી:એન્જિનિયરિંગના 315 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલ્ટીનેશનલ-નેશનલ કંપનીઓની 15 લાખથી 4.50ના વાર્ષિક પેકેજની ઓફર આપી

વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી સંચાલિત જી એચ પટેલ કોલેજ ઓફ એન્જનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા 315થી વધુ વિધાર્થીઓને 66 જેટલી કંપનીમાં કોલેજ પ્લેસમેન્ટ થકી જોબ ઓફર મળી હતી.

કોલેજના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના વિભાગીય વડા ડો. હાર્દિક પાઠક અને વિભાગીય કોર્ડીનેટર ડો.આનંદ મેત્રેના જણાવ્યાનુસાર મલ્ટીનેશનલ અને નેશનલ કંપનીઓ જેવીકે ઇન્ફોસિસ, રિલાયન્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, એમ જી મોટર્સ, એક્ઝેટ સિસ્ટમ, વિપ્રો, લિન્ડે એન્જીનીયરીંગ, ગોદરેજ, અતુલ લિમિટેડ, બિકેટી, ટાટા મોટર્સ, નાયરા એનર્જી જેવી વિવિઘ કંપનીમાં વિધાર્થીઓને જોબ ઓફર મળી હતી. આ કંપનીઓ દ્વારા સૌથી વધુ 15.40 લાખ અને સરેરાશ 4.50 લાખના વાર્ષિક પેકેજની ઓફર વિદ્યાર્થીઓને મળી હતી. હાલ પ્લેસમેન્ટ પ્રકિયા પણ ચાલુ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કેમ્પસ પ્લેસમેન્ટને અસરકારક બનાવવા કોલેજના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ તરફથી વિવિધ સંસ્થા દ્વારા તાલીમ વર્ગોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે પ્લેસમેન્ટમાં વિધાર્થીઓને મદદ મળી હતી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલએ વિદ્યાર્થીઓની આ સફળતાને બિરદાવી હતી અને હજી ચાલી રહેલા પ્લેસમેન્ટ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ જોબ ઓફર મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...