તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:તારાપુરમાં જમીન મામલે PI સસ્પેન્ડ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવાદિત જમીનમાં પીઆઈ-માથાભારે શખ્સોએ તોડફોડ કરી JCB ફેરવી દીધું

તારાપુર ચોકડી નજીક આવેલી વિવાદિત કરોડો રૂપિયાની જમીન અંગેનો કેસ કોર્ટમાં ચાલુ હોવા છતાં તારાપુરનાં તત્કાલીન પી.આઈ અને હાલમાં ખંભાત શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ ડી.એસ. ગોહિલે માથાભારે શખ્સો સાથે મળીને સોમવારે રાત્રિના ગેરકાયદે પ્રવેશ કરી દુકાન-જમીનમાં કબ્જો મેળવવા પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતાં ડીવાએયસીપ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘટનાને બનતી અટકાવી હતી. આ અંગે તારાપુર પોલીસે પીઆઈ સહિત કુલ 25થી 30ના ટોળાં સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર, બે શખ્સની ધરપકડ પણ કરી લીધી છે.

વડોદરા નિઝામપુરામાં સિદ્ધાર્થ નગર સોસાયટીમાં રહેતા રિમાક્ષીબેન ભાવીનભાઈ પટેલની તારાપુર મોટી ચોકડી પાસે પેરેમાઉન્ટ હોટલ પાસે સર્વે નં 469/પૈકી એકમાં વર્ષ 1976થી કરીયાણાની દુકાન આવેલી છે. આ દુકાન અગાઉ તેમનાં દાદા અને ત્યારબાદ તેમનાં પિતા અને હવે તેમનો ભાઈ ચલાવે છે. તેમજ તેમની આસપાસમાં લાલજીભાઈ વાળંદની હેરકટીંગની દુકાન તેમજ યાસીનભાઈ શેખની યાસીન ટ્રાન્સપોર્ટની બે દુકાનો અને દિલીપભાઈ વાધેલાની ભજીયાની હોટલ, જયંતીભાઈનું દવાખાનું તેમજ બીપીનભાઈ પટેલનું ટ્રેકટરનું ગેરેજ અને પ્રિતેશભાઈ ધર્મજવાળાની દુકાન આવેલી છે. જોકે, આ જમીનને લઈને લઈને છેલ્લા કેટલાંય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પોલીસ કર્મી દ્વારા આ જમીનનો દસ્તાવેજ કરાવી લેતા દુકાન માલિકોએ આ દસ્તાવેજ ખોટી રીતે કરાયો હોવાની દાદ સાથે તારાપુર કોર્ટમાં ફરીયાદ કરી હતી. જોકે, બુધવારે તેની મુદત હોય તે પહેલાં જ કબ્જો જમાવવા માટે સોમવારે રાત્રિના પીઆઈ ડી એસ ગોહિલ સહિત અસમાજિક તત્વો પહોંચી ગયા હતા અને દુકાનો પર જેસીબી ફેરવી દીધું હતું. શખ્સોે રીમાક્ષીબેનનો હાથ પકડી ઢસડીને તેમજ રીમાક્ષીબેનનાં ભાઈ આશિષને માર માર્યો હતો. જોકે, સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.

PI સહિત 25થી 30ના ટોળાં સામે ફરિયાદ
સમગ્ર ઘટના સંદર્ભે પીઆઈ ડી.એસ ગોહીલ, સહિત ઓળખાયેલા અને ન ઓળખાયા હોય તેવા 25થી 30ના ટોળાં સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મફત ઉર્ફે મફો ડોન વજા ભરવાડ (રહે.માતર), કરમણ ભરવાડ, ગોવિંદ નારણ ભરવાડ, રાજુ ખેંગાર ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ, વિજય ભોકળવા, મહેશ ભરવાડ, કાનજી વજા ભરવાડ, વિશાલ ભરવાડ, ગોપાલ ભરવાડ (તમામ રહે.તારાપુર), કાળુ ભરવાડ (રહે.દલોલી), વિજય ભરવાડ, પુના ભરવાડ સહિત અન્ય 25થી 30 જણાના ટોળાં સામે રાયોટીંગ-મારામારી,ગેરકાયદે કબ્જે જમાવવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી.

ખાતાકીય તપાસના આદેશ
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજયણે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તપાસ પેટલાદ ડીવાયએસપીને આપવામાં આવી છે. વધુમાં પીઆઈની ભુમિકા અંગે પણ તપાસ હાથ ધરાશે. કારણ કે તેઓ રજા પર ઉતરેલા હોઈ રજા દરમિયાન તેમણે આ જમીનનો કબ્જો મેળવવા કોની સાથે મળી કાવતરૂં રચ્યું હતું તેમજ તેમની સાથે આવેલા અન્ય આરોપીઓ અગાઉ આવી કોઈ ઘટનામાં સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરાશે. હાલમાં તેમના વિરૂદ્ધ ખાતાકીય તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

દસ્તાવેજ પોલીસકર્મીને ગેરકાયદે કરી આપ્યો છે
આ જમીન વર્ષ 1985માં વેચાણ દસ્તાવેજથી રાખી હતી. જમીનનાં રેકર્ડ પર અમારૂં નામ ચાલે છે,અને જમીનનો કબ્જો છે. જોકે, આમ છતાં જમીન વેચાણ આપનારા મૂળ માલિકનાં ત્રીજી પેઢીનાં વારસદારો દ્વારા આ જમીન પોલીસ અધિકારીને ગેરકાયદે વેચાણ દસ્તાવેજ કરી આપી હતી. જે અંગે કોર્ટમાં દાવો પણ ચાલી રહ્યો છે અને બુધવારે તેની પહેલી મુદત પણ હતી. જોકે, આમ છતાં પોલીસ અધિકારી અને ભરવાડોએ જમીન પર કબ્જો મેળવવા તોડફોડ કરી હતી. - બીપીનભાઈ પટેલ, જમીન માલિક.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser