તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી:ચમારાના સરપંચના છકડા ચાલક મહિલા સાથે શારીરિક અડપલાં

આણંદ,આંકલાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ મહિના અગાઉ પણ બિભત્સ ભાષામાં વાત કરી હતી

આંકલાવ તાલુકાના ચમારા ગામના સરપંચે તેેમના મિત્ર સાથે મળી છકડા ચાલક યુવતી સાથે શારીરિક અડપલાં કરતાં સમગ્ર મામલો આંકલાવ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આંકલાવ તાલુકાના એક ગામમાં 28 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. ગામમાંથી શાકભાજી લઈને પાદરા સરદાર પટેલ માર્કેટમાં જતી હતી. ત્યારે દોઢેક માસ અગાઉ ગામના બોરીયા સીમ વિસ્તારથી વડા તળાવ વચ્ચે ચમારા ગામના સરપંચ બળવંતભાઈ ભારતભાઈ પઢિયાર અને તેમનો મિત્ર રંગીતભાઈ ડાહ્યાભાઈ ગોહેલ ગાડી લઈને આવી ચઢ્યા હતા.

અને તેમણે યુવતીનો હાથ પકડી ખેંચતાણ કરી તેની શારીરિક અડપલા કરી તેણીની છેડતી કરી હતી. પરંતુ આજુબાજુમાંથી લોકો આવી જતા ગામના સરપંચ બળવંતભાઈ પઢીયાર પોતાના મિત્ર રંગીતભાઈ ગોહેલ સાથે ત્યાંથી ભાગી છૂટ્યા હતા. નોંધનીય છે કે, આ બનાવથી તેણી ખૂબ ભયભીત થઈ ગઈ હતી. જોકે, બીજી તરફ સરપંચ દ્વારા અવાર-નવાર તેની સાથે દુર્વ્યવહાર કરી તેને ધમકીઓ પણ આપવામાં આવતી હતી. જેને પગલે તેણી કંટાળી ગઈ હતી.

આ મામલે આખરે પરિવારજનોના સાથ-સહકાર બાદ તેણીએ આંકલાવ પોલીસ સ્ટેશને બંને ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, દોઢ મહિના અગાઉ તેણી શાકભાજી ભરીને છકડો લઈને જઈ રહી હતી ત્યારે બંને શખ્સોએ તેનો તેમની ગાડી લઈને પીછો કર્યો હતો અને મનીષા ચોકડી પાસે રોકી હતી અને તેની સાથે બિભત્સ ભાષામાં વાત કરી હતી. ઉપરાંત તેણીને તેમણે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...