SP યુનિ.:Phdના વિદ્યાર્થીની અધ્યાપક સામે અેટ્રોસીટીની ફરિયાદ

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાઈડ બદલવાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ‘સુરેન્દ્રનગરમાં ભાજપની 20 વર્ષના સુશાસન અને વિકાસયાત્રા’ પર સંશોધન કરી રહેલાં દલિત વિદ્યાર્થી કાંતિ મકવાણાએ 25 કિમી દૂર નડિયાદમાં આવેલી કોલેજના મહિલા પીએચડી ગાઈડ ફાળવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા બાદ થોડાં સમય અગાઉ તેણે આ મામલે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં તેની સાથે અધ્યાપક દ્વારા જાતિવાચક શબ્દ બોલી તેનું અપમાન કર્યું હોવાની રજૂઆત કરી હતી.

જે અંગે વિદ્યાનગર પોલીસે તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે.વિદ્યાર્થી કાંતિ મકવાણાએ જણાવ્યું હતું કે, એક પ્રોફેસર દ્વારા તેને જાતિવાચક શબ્દ કહીને તેનું અપમાન કર્યું હતું. ગત ડિસેમ્બરમાં સમગ્ર ઘટના બની હતી. પરંતુ એ સમયે પોતાને અભ્યાસ કરવાનો હોય અને તેના શિક્ષણમાં બાધારૂપ ન બને તે હેતુસર આ મામલે કોઈ કાર્યવાહી કરી નહોતી. બાદમાં પ્રાધ્યાપકો દ્વારા તેને હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ કર્યા હતા.

જેથી તેણે પીએચડી અધવચ્ચે છોડી પોતાના ગામ જતો રહ્યો હતો. બીજી તરફ આ લેખિતમાં અરજી કરતાં જ વિદ્યાનગર પોલીસે નિવેદનો લેવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન, બીજી તરફ ગુરૂવારે સવારે 11 વાગ્યે તેની રજૂઆત સાંભળવા માટે યુનિવર્સિટી ખાતે બોલાવ્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...