કાલી ફિલ્મના વિવાદનો મામલો:પેટલાદના વકીલોએ ફિલ્મના નિર્માતા અને TMCના સાંસદ સામે પગલાં ભરવાની માગ કરી, હિન્દુ સમાજની લાગણી દુભાતા રોષ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં વિવાદાસ્પદ બનેલી ફિલ્મ કાલીના કેટલાક દ્રશ્યોને લઇ પેટલાદમાં પણ રોષ ભડક્યો છે. આ અંગે શહેરના વકીલે પેટલાદ શહેર પોલીસ મથકે રજુઆત કરી કાલી ફિલ્મના નિર્માતા અને ટીએમસી સાંસદ સામે કાર્યવાહી કરવા માગણી કરી હતી.

પેટલાદના વકીલ રોહિત નટુભાઈ લવજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કાલી બનાવનાર લીના મણીમેકલાઇ અને બંગાળના ટીએમસી સાંસદ મહુવા મોઈત્રાએ હિન્દુ ધર્મની લાગણી દુભાઇ તેવું કૃત્ય આચર્યું છે. કાલી ફિલ્મ ઉપર માતાજીનું અપમાન થાય અને હિન્દુઓની લાગણી દુભાય તે રીતે પોતાની પ્રતિક્રિયાઓ આપેલી છે. ગત 7મી જુલાઇના સવારે ઓફિસે બેઠા હતા તે સમયે સોશિયલ મીડિયામાં કાલી નામની ડોક્યુમેન્ટરી ફિલ્મનું સીગારેટ પીતા તથા હાથમાં એલજીબીટીક્યુ પ્લસ સમુદાયનો ઝંડો પકડેલું પોસ્ટર તેમજ સોશ્યલ મીડિયામાં પ્રસારિત ટ્રેલર જોયું હતું. આ ફિલ્મ તથા પોસ્ટર બાબતે સાંસદ મહુવા મોઇત્રાએ આપેલી પ્રતિક્રિયાથી સમગ્ર દેશ - દુનિયામાં સનાતન હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારા લોકોની લાગણીઓ દુભાયેલી છે. આમ, જાહેર સુલેહ શાંતિ ભંગ થાય તેવું કૃત્ય કર્યું છે.

આ અંગે વકીલ નટુભાઈ રોહિતે પેટલાદ શહેર પોલીસ મથકે ફિલ્મમાં મેકર લીના મણીમેકલાઈ અને સાંસદ મહુવા મોહિત્રા વિરુદ્ધ પેટલાદ પોલીસ સ્ટેશને ઇ.પી.કો.કલમ 120(બી), 153(ક),295(ક),298,504,505(1)(બી),505(2), તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008 કલમ 66,67 મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરી છે.આ ઘટનાને લઈને પેટલાદ શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...