• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Ravipura Of Petlad Was Torturing The Wife About Her Husband's Affair, The Wife Tried To Commit Suicide By Drinking Animal Vaccine.

પતિ સામે પત્નીની ફરિયાદ:પેટલાદના રવિપુરાની પરિણીતાને પતિના આડા સબંધ ને લઈ ત્રાસ આપતો હતો ,પરિણીતાએ પશુ રસી દવા પી આત્મહત્યાની કોશિશ કરી

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ જયમીનને નિશા ભોઈ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી છૂટાછેડા માટે દબાણ કરી માર મારતો હતો

પેટલાદના રવિપુરામાં પતિ અન્ય યુવતી સાથેના પ્રેમસબંધને લઈ પત્નિને અસહ્ય ત્રાસ આપતો અને મારઝૂડ કરતો હતો.તેમજ છૂટાછેડા લેવા દબાણ કરતો હતો.પતિના ત્રાસ અને તેના અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધથી ત્રસ્ત પરિણીતાએ આત્મહત્યાની કોશિશ કરતા પંથકમાં ચકચાર મચી છે.મહેળાવ પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પેટલાદ તાલુકાના રવિપુરા ગામમાં રહેતી નીલમબેન પરમારના લગ્ન પાંચેક વર્ષ પહેલા રવિપુરા ગામમાં રહેતા જયમીન કનુભાઈ પરમાર સાથે થયા હતા. શરૂઆતમાં બંને પતિ પત્નીનું લગ્ન જીવન સુખમય રીતે પસાર થયું હતું. જેના ફળ સ્વરૂપે સંતાનમાં એક દીકરીનો જન્મ થયો હતો. ત્યારબાદ આજથી એકાદ વર્ષ ઉપર એટલે કે આશરે ઞત તારીખ 15 એપ્રિલ 2021 થી તેણીના પતિ જયમીનને બાંધણી ગામની સીમમાં ચરામાં રહેતી નિશા ભોઈ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના કારણે તે પરિણીતા નીલમબેન ને અવારનવાર મારઝુડ કરતો હતો અને કહેતો હતો કે તું મને ગમતી નથી. તું જતી રહે. તું મને છુટાછેડા આપી ને જતી રહે જેથી હું નિશા ભોઈ સાથે બીજા લગ્ન કરી લઉ તેમ કહીને વારંવાર શારિરીક- માનસિક ત્રાસ આપતો હતો.

પરિણીતાએ આ બાબતની જાણ ઘરના વડીલોને કરતાં તેઓએ જયમીનને ખૂબ જ સમજાવ્યો હતો. તેમ છતાં તેણે નિશા ભોઈ સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો. જેના કારણે આખરે ત્રાસી ઞયેલી પરિણીતા નીલમબેને ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યાના સમયે ગાયો ભેંસોને રસી મારવાની દવા ઘરની બહાર રસ્તા ઉપર જઈ પી લીઘી હતી.જેના કારણે તેણી બેભાન થઈ જતા પરિવારજનો સારવાર માટે નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.જ્યાં સમયસર સારવાર મળી જતાં પરિણીતાનો જીવ બચી ગયો હતો.

આ બનાવ અંગે પરિણીતા નીલમબેન પરમારે મહેળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ જયમીન કનુભાઈ પરમાર વિરુદ્ધ ઈ પી કો કલમ 498એ, 323 તથા 504 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...