તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:પેટલાદના વેપારીને અમદાવાદના શખસે 3.19 લાખનો ચૂનો ચોપડ્યો

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેટલાદ શહેરમાં મધુવન પાર્ક વિસ્તારમાં દિવકુમાર અશોકભાઈ કેવલરામાણી પરિવાર સાથે રહે છે. પેટલાદ શહેરમાં બ્રિજ એવન્યુ શોપિંગ સેન્ટરમાં પોતાની વડીલોપાર્જિત દુકાન નંબર-9 આવેલી હોય તેમાં દાદા હરીરામ ભુગડોમલ કેવલરામાણી સાથે હોલસેલમાં રેઈડીમેઈડ કપડાંનો વ્યાપાર કરી જીવન ગુજરાન ચલાવે છે.

દિવકુમાર કેવલરામાણીને ત્યાં અમદાવાદના વેપારી હાર્દિકભાઈ શાહ અવારનવાર રેઈડીમેઈડ કપડાનો હોલસેલ માલ લેવા માટે આવતા હતા. અને તઓની સાથે તેમની દુકાનમાં નોકરી કરતા અમદાવાદના ભાવેશ રાજેશ જૈન પણ અવારનવાર પેટલાદ માલ લેવા આવતા હોવાથી દિવકુમાર સાથે સંપર્કમાં આવ્યા હતા. વર્ષ 2019માં 1 ઓગસ્ટના રોજ ભાવેશે તેના મોબાઈલ દ્વારા દિવકુમારનો સંપર્ક સાધી પોતાની ઓળખ કમિશન એજન્ટ તરીકે આપી હોલસેલમાં માલ મંગાવ્યો હતો. પોતાની વાતચીતમાં વિશ્વાસમાં લઈ સેમ્પલ મંગાવ્યા હતા. જે પંસદ પડતાં તેણે ટીશર્ટ, શર્ટ સહિત અન્ય વસ્ત્ર મળી કુલ રૂપિયા 3.19 લાખનો હોલસેલનો ઓર્ડર આપ્યોહતો. નાણાં આરટીજીએસથી મોકલી આપવાનું જણાવ્યું હતું. જોકે, આ વાતને ઘણો સમય થવા આવ્યો હોવા છતાં પણ નાણાં ન ચૂકવી, તથા અવાર-નવાર વાયદા જ બતાવતાં આખરે દિવકુમારે આ મામલે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...