તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Petlad Constable Demands Rs 1 Lakh For Not Registering Complaint Regarding False Affidavit, Middleman Caught Taking Bribe Of Rs 50,000, Constable Absconding

ACB ટ્રેપ:ખોટા સોગંદનામા બાબતે ફરિયાદ ન નોંધવા પેટલાદના કોન્સ્ટેબલે 1 લાખ માગ્યા, 50 હજારની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, કોન્સ્ટેબલ ફરાર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં એસીબીની સફલ ટ્રેપ

પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે સોગંદનામું કરનાર યુવતી અને તેના વકિલ સામે ગુનો ન નોંધવા રૂ.એક લાખની લાંચ માંગી હતી. બાદમાં સેટલમેન્ટ થતાં રૂ.50 હજારની ડીલ થઇ હતી. આ અંગે એસીબીમાં ફરિયાદ કરતાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં કોન્સ્ટેબલ વતી રૂ.50 હજારની લાંચ લેવા આવેલો વચેટીયો પકડાઇ ગયો હતો. એસીબી ની ટ્રેપ ની જાણ થતાં જ કોન્સ્ટેબલ ફરાર થઇ ગયો હતો.

પેટલાદના યુવકે સ્થાનિક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.જે બાબતે યુવતીના પિતાએ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં યુવક અને યુવતી સામે અરજી કરી હતી. લગ્ન રજીસ્ટર કરવા માટે યુવતીએ રજુ કરેલા સોગંદનામામાં અગાઉ કરેલ લગ્નનો ઉલ્લેખ કર્યો નહોતો.જેથી ખોટું સોગંદનામું કરવા બદલ યુવક, યુવતી અને સોગંદનામું કરનાર વકિલ વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

બીજી તરફ કોન્સ્ટેબલ મહિપતસિંહ પ્રવિણસિંહે આ ગુનો ન નોંધવા માટે રૂ. એક લાખની લાંચ માંગી હતી.યુવક સાથે લાંચ બાબતે આનાકાની કરતા રૂ.50 હજારમાં ડિલ નક્કી થઇ હતી. આ બાબતે યુવકે એસીબીમાં ફરિયાદ આપતાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં યુવક લાંચના નાણા રૂ.50 હજાર લઇને 1લી જુલાઇના રોજ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ મહિપતસિંહ પ્રવિણસિંહ પાસે ગયાં હતાં. બન્ને ટાઉન પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ભેગા થયાં હતાં.

મહત્વનું છે કે કોન્સ્ટેબલ મહિપતસિંહે લાંચના નાણા ત્યાં હાજર ખાનગી વ્યક્તિ રાહુલ રામજી રબારીને આપવા જણાવ્યું હતું.જેથી યુવકે નાણા વચેટિયા વ્યક્તિ રાહુલને આપતા જ એસીબીએ તેને તુરંત ઝડપી લીધો હતો. આ ટ્રેપ સમયે પેટલાદ ટાઉન પોલીસના કમ્પાઉન્ડમાં અફડા તફડી મચતાં કોન્સ્ટેબલ મહિપતસિંહ અને રાહુલ બન્ને ભાગી જવામાં સફળ થયાં હતાં.એસીબીએ બન્નેની શોધખોળ હાથ ધરી હતી. આખરે રાહુલ રબારીને પકડી પાડવામાં સફળતા મળી હતી. જ્યારે કોન્સ્ટેબલ હજુ ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...