ચરોતરનું ગૌરવ:પેટલાદના બાળકો જમ્મુ કાશ્મીરમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલમાં ઝળક્યાં

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોલ્ડમાં ત્રણ, સિલ્વરમાં ત્રણ અને બ્રોન્ઝમાં નવ મેડલ મેળવ્યા

તાજેતરમાં જમ્મુ કાશ્મીર ખાતે યોજાયેલ ચોથી સાયોકાન ફેડરેશન કપ 2022માં પંદર રાજ્યોએ ભાગ લીધો હતો. જેમાં પેટલાદ તાલુકાના તાલીમબદ્ધ બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં પેટલાદના બાળકોએ ગૌરવરૂપ સિદ્ધિ હાંસલ કરી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ સિદ્ધિ બદલ પેટલાદવાસીઓ અને બાળક પરિવારોમાં ખુશીઓનો માહોલ જામ્યો છે.

તાજેતરમાં જમ્મુ કાશ્મીર ખાતે સાયોકોન ફેડરેશન કપ 2022નું આયોજન કરાયું હતું. જેમાં દેશભરમાંથી બાળકોએ ભાગ લીધી હતો. આ કાર્યક્રમમાં પેટલાદના એન.કે.હાઈસ્કૂલના બાળકોએ વિવિધ ભાગ લીધો હતો. જેઓને ગુજરાત આશુકાઈ એસોસિયેશન તરફથી ગુજરાત સાયોકાન માર્શલ આર્ટ એસોસિયેશનના જનરલ સેક્રેટરી સંદીપ પંડ્યા અને હેતલ શર્મા દ્વારા પેટલાદ ની એન .કે.હાઈસ્કૂલ ખાતે ટ્રેનિંગ આપી હતી.

આ સ્પર્ધાત્મક કાર્યક્રમમાં પેટલાદ બાળકો ત્રણ ગોલ્ડ મેડલ,ત્રણ સિલ્વર અને નવ બ્રોન્ઝ મેડલ મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.આ સિદ્ધિ મેળવનાર બાળકોને શાળા પરિવાર અને કોચ સંદીપ પંડ્યાએ અભિનંદન આપી વધાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...