સમસ્યા:વડોદરાથી આણંદ સાંજના એસટી બસો ઓછી હોવાથી લોકોને હાલાકી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉના કેટલાક રૂટ રદ કરાયા છે અને અમૂક અનિયમિત

હાલમાં રેલસેવા બંધ હોવાથી મુસાફરો માટે એસ ટી સૌથી મોટો સહારો છે. પરંતુ એસટી સેવા પણ હજુ પૂર્ણ રૂપે કાર્યરત ના કરાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. તેમાંય અમદાવાદ અને વડોદરા તરફ અપડાઉન કરનારાઓની કફોડી હાલત છે. વડોદરાથી સાંજના સમયે આણંદ - નડિયાદ તરફ ખૂબ ઓછા રૂટ હોવાની ફરિયાદ ઉઠી છે. આણંદથી વડોદરા એસટી બસમાં અપડાઉન કરતા મહેશ પટેલ સહિતની વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ વડોદરાથી આણંદ પરત આવવા માટે સાંજે 5 થી 7 વાગ્યાના અરસામાં ચાર જેટલી બસો દોડાવવામાં આવતી હતી.

જેમાં વડોદરાથી સાંજે 6:15 કલાકે ઉપડતી એકસપ્રેસ બસ આવક ઓછી થતી હોવાનું બહાનું બતાવી બંધ કરી દેવાઈ છે.વડોદરાથી મલાતજ વાયા આણંદ અનિયમિત બસ દોડાવવામાં આવતી હોવાથી મુસાફરોને ના છુટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડે છે. આ બાબતે વડોદરા એસ ટી ડેપો ખાતે પુછપરછ કરવામાં આવે તો ઉડાઉ જવાબ આપવામાં આવે છે. એક તરફ એસટી બસોનું સો ટકા સંચાલન કરવા હાથ ઉંચો કરો અને બસમાં મુસાફરી કરો તેવા આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...