તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને રાહ જોવાનો વખત:રવિવારે વેક્સિન મુકવવા લોકો દોડ્યા, તંત્ર પાસે સ્ટોક જ ન હતો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ રસીકરણ કેન્દ્ર બંધ: લોકોને રાહ જોવાનો વખત
  • જિલ્લામાં વસ્તીના ધોરણે 5 માસમાં 38 % વેક્સિનેશન

આણંદ જિલ્લામાં ગત સોમવારે વેક્સિન મહાઅભિયાન અંતર્ગત 18 થી 44 વર્ષના લોકોને પ્રથમ ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે શરૂઆતના ત્રણ દિવસ દરમિયાન 16 હજારવધુ વેક્સિન દૈનિક મુકવામાં આવતી હતી. બે દિવસથી વેક્સિન પુરતી ન આવતી હોવાથી લોકોને પરત ફરવાનો વખત આવે છે. આણંદ શહેરમાં છેલ્લા બે દિવસમાં તમામ કેન્દ્ર પર માત્ર 1500 લોકોને વેક્સિન આપવામાં આવી છે.જયારે મોટાભાગના કેન્દ્રો બંધ છે.

જેથી લોકોને ધરમધક્કા ખાવા પડે છે.તો વળી કેટલાંક લોકોને ગામડા ચાલતા પીએચસી કેન્દ્ર પર જઇને વેક્સિન મુકાવી પડે છે.જો કે રવિવારે કેટલાક કેન્દ્ર પર રસીકરણ બંધ હતુ. દિવસ દરમિયાન માત્ર 5 હજાર લોકોને જ વેક્સિનનો લાભ મળ્યો હતો.આણંદ જિલ્લામાં વેક્સિન મહાઅભિયાન અંતર્ગત 6 દિવસ 92431 યુવાધનને રસી મુકવામાં આવી છે. જ્યારે 5 માસ દરમિયાન જિલ્લામાં 8.40 લાખ લોકોને વેક્સિન લીધી છે. જેમાં પ્રથમ ડોઝ6.60 લાખ અને બીજો ડોઝ 1.80 લાખ લોકોે લીધો છે.

હાલમાં છેલ્લા ચાર દિવસથી દૈનિક 12 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ ગતિ વેક્સિનની કામગીરી ચાલી તો દિવાળી સુધીમાં જિલ્લાના 18 લાખ લોકો વેક્સિન પ્રથમ ડોઝ મળી જશે. જયારે બીજા ડોઝ આગામી મે 2022 પૂર્ણ થશે તેમ હાલના સંજોગો જોત લાગી રહ્યું છે. આણંદ જિલ્લામાં વસ્તી ધોરણને ધ્યાને રાખી તો 34 ટકા વેક્સિન કામગીરી પુૂર્ણ થઇ છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 3.27 લાખ પુરૂષ અને 2.95 લાખ મહિલો વેક્સિન લીધી છે. જયારે હજુ પણ 45 વર્ષથી ઉપરના લોકોમાં 2.30 લાખ લોકોએ વેક્સિન એક પણ ડોઝ લીધો નથી. જયારે 60 ઉપરના લોકોમાં 30 હજાર લોકોએ વેક્સિન એક પણ ડોઝ લીધો નથી. યુવાધનને વેક્સિન મુકવા શરૂ થયુ ત્યારથી આજદિન સુધીમાં 1.80 લાખ યુવકયુવતીઓ વેક્સિન મુકવા છે. જેમાં હજુ પણ 7 .10 લાખ ઉપરાંત લોકો વેક્સિનનો એક પણ ડોઝ મળ્યો નથી. ત્યારે હાલના સંજોગો ત્રીજી લહેરની સંભાવના વર્તાઇ રહી છે. તે પહેલા જિલ્લામાં તમામ લોકોને વેક્સિન મળી જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથધરવામાં આવી છે.

28% સ્ત્રીઓ-32% પુરૂષોનું વેક્સિનેશન
જિલ્લાની કુલ વસ્તી 21 લાખમાંથી 11 લાખ ઉપરાંત પુરૂષ અને 10.05 લાખ જેટલી સ્ત્રીઓ છે. જેમાં છેલ્લા 5 માસમાં 3.27 લાખ વેક્સિન લેતા 32 ટકા પુરૂષ અને સ્ત્રીઓમાં 2.95 લાખ વેક્સિન લેતા 28 ટકા વેક્સિનેશ થયું છે.

વેક્સિનેશન બંધ હોવાથી ધક્કો પડ્યો
વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરું છું. રવિવારે રજા હોય છે.તેથી વેક્સિન રવિવારે લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ આજે આણંદના એક પણ કેન્દ્ર પર વેક્સિનની કામગીરી ચાલતી ન હતી. આણંદ શહેરના અર્બન સેન્ટર પર સોમવાર સુધી રસી કામગીરી બંધ હોવાના બોર્ડ લાગેલા જોવા મળ્યા હતા. જેથી હવે આવતા રવિવાર સુધી રાહ જોવી પડશે.> નીલ પટેલ, વિદ્યાનગર રોડ આણંદ

મેસેજ આવે છે પણ વેક્સિન મળતી નથી
આણંદ શહેરના 100 ફૂટ રોડ પર રહેતા વિનુભાઇએ જણાવ્યું હતું કે એપ્રિલ માસમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારબાદ છેલ્લા ચાર દિવસથી વેક્સિન બીજો ડોઝ લઇ લેવા માટે મેસેજ આવે છે. જેથી શનિવારે નજીકના અર્બન હેલ્થ સેન્ટર સહિત વેક્સિન કેન્દ્રની કામગીરી ચાલતી હોય તેવા કેન્દ્ર પર જવું ત્યારે એક જવાબ મળે છે વેક્સિન નથી સોમવાર પછી આવજો. જેથી ધરમધક્કા ખાવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...