સુવિધા:આણંદની પ્રજાએ હવે સમસ્યાની રજૂઆત માટે કલેકટર કચેરીનો ધક્કો નહીં ખાવો પડે, વેબ બ્રાઉઝર લોન્ચ કરાયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર દ્વારા ગુડ ગર્વનન્સના ભાગરૂપે વેબ બેઈઝ, વેબ બ્રાઉઝર લોન્ચ કરવામા આવ્યું

આણંદ કલેક્ટર દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે માટે ડિઝીટલાઇઝેશન તરફ પગલું ભર્યુ છે. ટેકનોલોજીના ઉપયોગથી સામાન્ય પ્રજાજનોના સરકારી કચેરીમાં પડતર અરજી, પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે ગુડ ગવર્નન્સ આધારિત વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે આણંદ જિલ્લામાં વહીવટી અસરકારકતા વધારવાનો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વેબ બેઇઝ, વેબ બ્રાઉઝર, ડેસ્કટોપ એપ આધારિત રિસ્પોન્સશીપ મોબાઇલથી પણ ઓપરેટ થઇ શકે તેમ છે. આ વેબ બ્રાઉઝર એનઆરઆઈ માટે ખૂબ જ અગત્યની બની રહેશે.

આ અંગે કલેક્ટર મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના પ્રજાજનોના પ્રશ્નોનોનો ઝડપી નિકાલ થાય તે માટે વેબ બ્રાઉઝર શરૂ કરવામાં આવ્યું છે. અરજદાર દ્વારા પોતાના પ્રશ્નોને લગતી વિગતો રજુ કરી શકશે. આ પ્રશ્ન જે તે વિભાગમાં મોકલવામાં આવશે. જેમાં 70 જેટલા વિભાગને સાંકળવામાં આવ્યાં છે. તેઓને અરજદારની રજુઆત પેપલેસ ઇલેક્ટ્રોન માધ્યમથી આ એપ દ્વારા પહોંચશે. સંબંધિત શાખા, કચેરીને તેના નિયમોની જોગવાઇ સાથે ઝડપથી નિર્ણય પ્રક્રિયા લેવા માટે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગેનું દેખરેખ અને નિયંત્રણ કલેક્ટર દ્વારા કરવામાં આવશે.

આ એપ્લીકેશનમાં યોજના અમલીકરણ બાબતે સરકારની યોજનામાં અરજદારના અભિપ્રાયો સમય મર્યાદામાં નિકાલ અને પડતી મુશ્કેલીઓ વગેરે બાબતે પણ (ફિડબેક) મેળવી શકશે. અરજદાર પોતાનો પ્રતિભાવ આપી શકશે. આ ઉપરાંત નિર્ણય પ્રક્રિયા અંગે કચેરીની વર્તણૂંક બાબતે પણ પોતાના અભિપ્રાયો સૂચનો મેળવી તે મુજબ હકારાત્મક દિશાત્મક દિશાનિર્દેશ સાથે કામગીરી કરવામાં આવશે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આણંદ જિલ્લો એનઆરઆઈ જિલ્લો છે. અહીંથી બધા લોકો વિદેશમાં જઇને વસવાટ કરતાં હોય છે. પરંતુ તેમના વતનમાં તેમની મિલકત, વ્યવહારો તથા વિવિધ બાબતો અંગેનું તેમના જોડાણ સતત રહેતું હોય છે. આવા સંજોગોમાં આવા બિન નિવાસી આણંદ જિલ્લાના રહિશોને જિલ્લામાં નેટીવીટી સર્ટીફીકેટ તેઓની ખેતીની જમીન, રહેઠાણની જમીન, બીનખેતીની જમીન, સબ રજીસ્ટ્રારની કચેરી તથા તેમની જમીનને લગતાં ટાઇટલ, ક્ષેત્રફળ, વારસાણી વગેરેને લગતાં પ્રશ્નોનો એક જ પ્લેટફોર્મ પરથી નિવારણ થાય તે માટે આ એપ શરૂ કરવામાં આવી છે. વિશેષમાં એનઆરઆઈના બીજા પણ પ્રશ્નો જેમ કે જન્મ મરણના, સીટીઝનશીપના પ્રશ્નો, દસ્તાવેજના પ્રશ્નો, પોલીસ સાથેના પ્રશ્નો વગેરે પણ વિવિધ વિભાગ સાથે સંકલન કરી ઝડપથી નિરાકરણ થાય અને વિદેશમાં વસતાં આણંદના લોકોને આ સેવાનો લાભ મળી રહે તે માટે આ એપ્લીકેશન ડેવલપ કરવામાં આવી છે. જેના કારણે તેમના સમયનો બચાવ થશે અને તેઓ આંદની મુલાકાત લે ત્યારે ઝડપી હકારાત્મક રીતે તેમની રજુઆતોની સત્વરે નિકાલ પણ થઇ શકશે.

કેવી રીતે ઓનલાઇન અરજી કરી શકાશે ?
આણંદના કલેક્ટરની વેબસાઇટ http://anandcollector.in.feedback અથવા http://anandcollector.in/withnri ઓનલાઇન આણંદ જિલ્લા અરજી કરી શકાશે, આવી અરજી ક્યાંથી અરજદારને ઇ-મેઇલ કે એસએમએસથી તેમની અરજી મળી છે અને આણંદ અને શાખાને ઘટતી કાર્યવાહી માટે મોકલી છે, તેની જાણ કરાશે અને અરજદાર પોતે પોતાની રજુઆતમાં સોશિયલ મિડિયા એટલે કે ફોટા, ડોક્યુમેન્ટ અરજદારને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. અરજદારની ફરિયાદ અંગે યુનિક ટોકન નંબર જનરેટ થશે. જેથી અરજદાર પોતાની રજુઆત પ્રત્યે ભવિષ્યમાં આ નંબરનો ઉપયોગ કરી શકશે.

અરજી પર શું કામગીરી થઇ ? તે કલેક્ટર જાતે નિહાળશે
કલેક્ટર કચેરી ખાતે મુલાકાતી અરજદાર દ્વારા તેઓના પ્રશ્નોની રજુઆત અરજી અથવા મુલાકાતી રૂબરૂ મળી તેમની રજુઆતો કરતાં હોય છે. આવા સમયે કલેક્ટર દ્વારા વિવિધ શાખા, કચેરીઓ, વિભાગોને તેમની રજુઆત ઘટતી કાર્યવાહી કરવા માટે મોકલી આપવામાં આવતી હોય છે. આ વિગતોને મોનીટરીંગ કરી શકાય એટલે વિવિધ શાખાઓ, કચેરીઓ દ્વારા શું કાર્યવાહી કરી ? અને અરજદારોને આ અંગે માહિતી મળે અને ફોલોઅપ કલેક્ટર કચેરી કક્ષાએ થાય તે માટેની એપ ડેવલપ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...