તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:વિકાસથી વંચિત લોકોને ન્યાય મળવો જોઈએ : અલ્પેશ ઠાકોર

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરમસદ સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાત

હાલમાં કોરોના જાગૃતિ અભિયાન માટે ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે આજે કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી. ત્યારે મુલાકાત દરમ્યાન હાલમાં વિકાસથી વંચિત લોકોને ન્યાય મળવો જોઈએ.ત્યારબાદ વંચિતો માટે કામ કરવું જોઈએ. હાલમાં રસીકરણ મુદ્દે લોકોમાં જાગૃતિ આવે તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ હોવાનું જણાવ્યુ હતુ.

ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે સૌ પ્રથમ કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસ સ્થાને મુલાકાત લઈ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ આણંદ જીલ્લા ઠાકોર સેના ખજાનચી પરસોત્તમભાઈ ઠાકોરના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી.ત્યારબાદ હાડગુડ,નાપા,સીમરડા સહિત અન્ય ગામડાઓમાં મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન સો ટકા રસી મુકાવવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અમિતસિંહ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહિત કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...