તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:આણંદમાં 5 કેન્દ્રો પર વેક્સિનેશન ચાલતું હોવાથી લોકોને ધરમધક્કા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મંગળવારે જિલ્લામાં 45 કેન્દ્રો પર ફક્ત 5950 લોકોને જ રસી મુકાઇ

આણંદ જિલ્લાના વેક્સિન મહાઅભિયાન અંતર્ગત ત્રણ દિવસ પુરતા પ્રમાણ ડોઝ આવ્યા હતા. ત્યારે બાદ દૈનિક ડોઝમાં ઘટાડો નોંધાતા જોવા મળ્યો હતો. હાલમાં માત્ર 7 હજાર ડોઝ આવે છે. જેમાં આણંદ શહેરના 5 કેન્દ્ર પરમાત્ર 800ની આસપાસ ડોઝ ફાળવવામાં આવે છે. જેના કારણે વેક્સિન મુકવા માટે આવતાં લોકોને કેન્દ્ર પર ડોઝ થઇ રહેતા પરત ફરવાનો વખત આવે છે. તેમજ શહેરના વિદ્યાનગર રોડ , અક્ષરફાર્મ વિસ્તાર, પાલિકા નગર સહિતના વિસ્તારો હાલમાં એક રસીકરણ કેન્દ્ર નથી.તેના કારણે આ વિસ્તારના વૃધ્ધોને રીક્ષા કરીને મેફેર રોડ કે નહેરુબાગ અર્બન હેલ્થ સેન્ટરમાં આવવું પડે છે.

પરંતુ ત્યાં પુરતા ડોઝ ન હોવાથી ધરમધક્કા ખાવા પડે છે.આણંદ શહેરમાં શરૂઆતમાં 15થી વધુ કેન્દ્ર પર વેક્સિન મુકવામાં આવતી હતી. તે ઘટાડીને માત્ર 5 કેન્દ્રો કરી દેવામાં આવ્યા છે. જેના કારણે સવારથી લોકોને રસી મુકવા માટે કેન્દ્ર પર ઉમટી પડે છે. એક કેન્દ્ર 250થી વધુ લોકો રસી મુકવા માટે આવે છે. પરંતુ ડોઝ 80 થી 130 આવતાં હોય છે. જેથી લાઇનમાં ઉભેલા વૃધ્ધોનો નંબર ન આવતાં ઘરે પરત જવું પડે છે.

કેટલાંક લોકોએ વેક્સિન પ્રથમ ડોઝ માર્ચ માસમાં લીધો છે. પરંત ુહજુ સુધી તેમનો બીજો ડોઝ મળ્યો નથી.મંગળવારે જિલ્લાના 45 કેન્દ્ર પર 5950 લોકોને વેક્સિન મુકવામાં આવી છે. ખાસ કરીને અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ ડોઝ જ અપાયો છે. બીજા ડોઝ માટે હજુ પણ ગ્રામ્ય વિસ્તારના કેન્દ્રો પર કોઈ વ્યવસ્થા કરાઈ ન હોવાથી શહેરી વિસ્તારમાં આવવું પડે છે.

રસીનો બીજો ડોઝ લેવા માટે 10 દિવસથી પત્ની સાથે અર્બન સેન્ટરોના ધક્કા ખાઈ રહ્યો છું
હું આણંદ શહેરના અક્ષરફાર્મ રોડ પર રહું છું. મારી પત્ની સાથે 29મી માર્ચના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તે વાતને 90 દિવસ થઇ જતાં છેલ્લા 10 દિવસથી વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે મેફેર રોડ, નહેરૂ ભાગ, સરદાર ગંજ સહિતના અર્બન સેન્ટરમાં વેક્સિન માટે ધક્કા ખાઈ રહ્યા છીઅે. સવારથી લાઇનમાં ઉભા રહીઅે છીઅે પરંતુ ડોઝ આવ્યા હોય તેટલાને ટોકન આપવામાં આવતાં નથી. બે કલાક લાઇનમાં ઉભા રહ્યાં બાદ કહેવામાં આવે છે ડોઝ નથી હવે કાલે આવજો. આમ સમય અને રીક્ષા ભાડાના નાણાં બગડે છે. - મનહરભાઇ પટેલ, આણંદ

અન્ય સમાચારો પણ છે...