હિટ એન્ડ રન:તારાપુરમાં અજાણ્યા વાહન ટક્કરે રાહદારીનું મોત, પેટલાદનો યુવક ગાડી - લે વેચ અર્થે તારાપુર ગયો હતો

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો

તારાપુરના વટામણ ધોરી માર્ગ પર પુરપાટ ઝડપે જતા વાહને રાહદારીને હડફેટે લેતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો.

પેટલાદના મીરઝાની ખડકીમાં રહેતા મુનાફબેગ મિરઝાના કાકા મસવ્વરબેગ મિરઝાનો પુત્ર તહજજુદબેગ ઉર્ફે રાજુ (ઉ.વ.29) ગાડી લે-વેચનો ધંધો કરે છે. ગઇ તા.29મી ઓગષ્ટના રોજ તહજજુદબેગ તારાપુર ખોડીયાર શો રૂમે તેના કામ અર્થે રિક્ષામાં બેસી જવા નિકળ્યો હતો. દરમિયાનમાં ધર્મજ તરફથી એક ફોર વ્હીલર ગાડી પુરપાટ ઝડપે ધસી આવી હતી અને રસ્તે જતા તહજજુદબેગને અડફેટમાં ચડાવ્યો હતો. જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...