સુરતના ઉમરા ગામે જૈન સંધ પગપાળા પાલિતાણા જઇ રહ્યો હતો.ત્યારે તારાપુર વટામણ રોડ પર ઇન્દ્રણજ પાટીયા પાસે કોઇ અજાણ્યા કાર ચાલાકે ચાલીને જઇ રહેલા પદયાત્રિ યુવકને ટક્કર મારતાં ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું.
રાજસ્થાનના પ્રતાગઢ જિલ્લાના વાવડીખેડા ખાતે રહેતા 18 વર્ષીય અમરતલાલ શાંતિલાલ ઢોલી પોતાના મોટાભાઈ 23 વર્ષીય લક્ષમણલાલ શાંતિલાલ ઢોલી બંને જણા મધ્યપ્રદેશના નિમાચ જીલ્લાના ચિતાખેડાના દીપકભાઈ ઓમપ્રકાશજી દમામી સાથે છેલ્લા ત્રણ વર્ષથી સાંવરીયા મ્યુઝિક બેન્ડમાં મજૂરીએ કામ કરતા હતા. ગત તારીખ 24ના રોજ બંને ભાઈઓ અમરતલાલ અને લક્ષમણલાલ સુરતના ઉમરા ખાતેથી જૈન લોકોના પદગપાળા સંઘ સાથે ચાલતાં પાલીતાણા જવા માટે નીકળ્યા હતાં. અને મ્યુઝિક બેન્ડ સાથે પગપાળા ચાલતા જતાં હતાં.
શુક્રવારે સવારના છ વાગ્યાના અરસામાં તારાપુરથી વટામણ તરફ જૈન પગપાળા સંઘ સાથે ચાલતા નીકળ્યા હતા. અને અગિયાર વાગ્યાના અરસામાં ઈન્દ્રણજ ગામે બ્રીજ પાસે પડાવ્યો હતો. અને ત્યાં રોકાયા હતા. દરમ્યાન સાંજના પાંચ વાગ્યાના અરસામાં લક્ષમણલાલ શાંતિલાલ ઢોલી કુદરતી હાજતે જવા નીકળ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજાઓ થતાં લક્ષમણલાલનુ મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે તારાપુર પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.