અકસ્માત:પરવટા પાસે બાઈકની અડફેટે રાહદારીનું મોત : 2 જણાને ઈજા

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરેઠ પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઉમરેઠ તાલુકાના પરવટા ગામ સ્થિત બસ સ્ટેન્ડ પાસ બુધવારે સાંજે બાઈક ચાલકે રાહદારીને અડફેટે લીધા હતા. જેને પગલે રાહદારી ઉપરાંત બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. જે પૈકી રાહદારીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઉમરેઠ તાલુકાના પરવટા ગામે ગોપાલભાઈ પુનમભાઈ રાઠોડ રહે છે. બુધવારે તેઓ ખેતરમાં ગયા હતા. દરમિયાન, ખેતરમાંથી સાંજે તેઓ પરત ઘરે આવી રહ્યા હતા. દરમિયાન, ચાલતાં-ચાલતાં તેઓ પરવટા ગામનાં બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતાં હતા. એ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવેલા બાઈક સવાર શખસે તેમને ટક્કર મારી હતી. જેને પગલે ગોપાલભાઈ ઉપરાંત બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. ત્રણેયને ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતને પગલે તુરંત જ એકઠાં થયેલાં ટોળાંએ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બાઈક ચાલકનું નામ-ઠામ પૂછતાં ડ્રીટભાઈ ગજેન્દ્રભાઈ પટેલ (રહે. ઉમરેઠ શાંતીકુંજ સોસાયટી) અને તેની બાઈક પાછળ સંજય ગોપાલ પ્રજાપતિ હતા. તેઓ લિંગડા તરફથી આવતા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, ગોપાલભાઈ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભત્રીજા સંજયભાઈ રાઠોડની ફરિયાદના આધારે ઉમરેઠ પોલીસે ચાલક ડ્રીટ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...