અકસ્માત:બોરસદ બાયપાસ હાઈવે પર બાઈકની અડફેટે રાહદારીનું મોત

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બોરસદ શહેર પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો

બોરસદ શહેરમાં તોરણા માતા મંદિર સામે 46 વર્ષીય મનસુખભાઈ શનાભાઈ સોલંકી રહે છે. બોરસદના લક્કડપુરા સીમ વિસ્તારમાં બોરસદ વાસદ બાયપાસ હાઇવે રોડ પર તેઓ ચા તેમજ પાન-બીડીનો ગલ્લો ચલાવી જીવન ગુજરાન ચલાવે છે. સોમવારે મનસુખભાઈ ગલ્લા પર ગયા હતા. તેમની સાથે પડોશમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા ભાઈલાલ મોહન સોલંકી બપોરે તેમનું ટીફીન લઈને ગલ્લા પર આવ્યાં હતાં. દરમિયાન, બંને જમી પરવારીને ગલ્લા પર બેઠાં હતા અને રાત્રિના નવ વાગ્યાની આસપાસ ગલ્લો બંધ કરીને ચાલતાં ચાલતાં ઘરે જવા નીકળ્યા હતા. બોરસદ બાયપાસ રોડ પરથી તેઓ ચાલતા જઈ રહ્યા હતા.

દરમિયાન, ધર્મજથી વાસદ જવાના રોડ પર રાત્રિના સવા નવ વાગ્યે પાછળથી પૂરઝડપે આવી ચઢેલી એક બાઈકના ચાલકે ભાઈલાલભાઈને ટકકર મારી હતી. જેને કારણે તેઓ રોડ પર પટકાયા હતા. બનાવમાં તેમને તથા બાઈક ચાલક બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. આસપાસના એકઠાં થયેલાં ટોળાંએ તુરંત જ બંનેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન, ભાઈલાલભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે મનસુખભાઈ સોલંકીની ફરીયાદના આધારે બોરસદ શહેર પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...