અકસ્માત:આણંદના આંકલાવ-કોસીન્દ્રા રોડ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતાં રાહદારીનું મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આંકલાવ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

આણંદ જિલ્લામાં અકસ્માત અને મોતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકલાવ-કોસીન્દ્રા રોડ ઉપર આવેલી ઈન્દિરા નગરી પાસે ગઈકાલે સવારના છ વાગ્યાના સુમારે ચાલતા જતા એક રાહદારીને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતુ. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આંકલાવની ઈન્દિરા કોલોનીમાં રહેતા રમેશભાઈ ચંદુભાઈ પઢિયાર ગઈકાલે સવારના છ વાગ્યાના સુમારે ચાલતા જતા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા. જેમાં માથામાં ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. આ અંગે તેમના પુત્ર વિપુલભાઈએ આંકલાવ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...