અકસ્માત:આણંદના પણસોરા અલીણા જતા રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારી ભિક્ષુકનું મોત

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઉમરેઠ તાલુકાના પણસોરા અલીણા જતા રોડ ઉપર આવેલા ખોડીયાર નગર મહુડીયાપુરામાં પૂરઝડપે જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે રાહદારી ભિક્ષુકને ટક્કર મારતા ગંભીર ઈજા પામેલા ભિક્ષુકનુ મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ભાલેજ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ અકસ્માત મોતનો ગુનો નોધી તેની શોધખોળ આરંભી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના પણસોરા ગામ અલીણા જતા રોડ ઉપર ખોડીયાર નગર મહુડીયાપુરામાં શુક્રવાર સવારે સાડા છ વાગ્યાના સમયે રાહદારી ભિક્ષુક રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો.તે સમયે પૂરઝડપે આવી ચડેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો. જેના કારણે તેને માથામાં તેમજ જમણા હાથે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ બનાવ અંગે અરડી ગામના ભુપેન્દ્રસિંહ ઉર્ફે કાનજીભાઈ અમરસિંહ પરમારે ભાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આ અજાણ્યા ભિક્ષુકે શરીરે કાળા કલર જેવું જીન્સ નું પેન્ટ, સીલેટીયા કલરનું જેકેટ તથા મરુન કલરનું શર્ટ પહેરેલ છે. જેનું શુક્રવાર વહેલી સવારે અજાણ્યા વાહનની ટકકરે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જે 45 થી 50 વર્ષની ઉંમરનો હોવાનું જણાઈ આવતું હતું.

અન્ય સમાચારો પણ છે...