તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઉમરેઠમાં બેંકમાં ઊભેલા વિધવાની નજર ચૂકવી 35 હજાર સેરવી લીધા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકના સીસીટીવી ફૂટેજમાં એક કિશોર અને યુવક કેદ

ઉમરેઠના બેંક ઓફ બરોડામાં રૂપિયા 35 હજાર જમા કરવા ગયેલા વિધવાની નજર ચૂકવીને બે જણાં થેલીમાંથી પૈસા કાઢી લઈ ફરાર થઈ જતાં ઉમરેઠ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉમરેઠના કાછીયાપોળ સ્થિત વડા બજાર ખાતે ભગવતીબેન ગોસ્વીમી રહે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવે છે. તેમનો સોમવારે પગાર થયો હોય તે માટે તેઓ બપોરે ઉમરેઠની બેંક ઓફ બરોડામાં ગયા હતા. ઉપરાંત રૂપિયા 35 હજાર જમા કરાવવા ગયા હતા.

દરમિયાન તેઓ લાઈનમાં ઊભા હતા. એ સમયે તેમનો પૈસા જમા કરાવવા માટેનો નંબર આવતા તેમની પાસેની થેલીમાં તેમણે હાથ નાંખતા રૂપિયા 35 હજાર થેલીમાં ન હોવાની જાણ થઈ હતી. જેને પગલે તેઓ ચિંતાતુર બન્યા હતા. તેમણે તાત્કાલિક આ અંગેની જાણ બેંક કર્મીઓને કરી હતી. દરમિયાન બેંકના સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં તેમની પાછળ એક દસથી બાર વર્ષનો છોકરો અને 24 વર્ષીય યુવક લાઈનમાં ઊભા રહી તેમની થેલીમાં હાથ નાંખી પૈસા ચોરી રહ્યા હોવાનું ખૂલ્યું હતું. બંને જણે માસ્ક પહેર્યા હતા. ઉમરેઠ પોલીસ આ મામલે બે અજાણયા શખ્સો સામે ગુનો નોંધી તેમને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો