આનંદો:પેસેન્જર ટ્રેનોમાં પાસધારકોને પ્રવાસની મંજૂરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચરોતર પંથકના 6 હજારથી વધુ અપડાઉનકર્તા પેસેન્જરને ફાયદો, 16 ટ્રેનમાં 15મીથી મુસાફરી કરી શકાશે

કોરોનાકાળથી પાસધારકો માટે પેસેન્જર ટ્રેનમાં પાસના આધારે મુસાફરી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો પરંતુ રેલવેએ હવે એક મહત્વપૂર્ણ નિર્ણય કરી આગામી 15 સપ્ટેમ્બરથી સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયનો ચરોતર પંથકના 6 હજારથી વધુ પાસધારકોને ફાયદો થશે.

પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાની પહેલી લહેરથી ટ્રેનોના આવાગમન પર રોક લગાવી દેવાઇ હતી. ત્યારબાદ તબક્કાવાર અંશત: પ્રમાણમાં ટ્રેનો દોડાવવાની મંજૂરી અપાઇ હતી પરંતુ સિઝન ટિકિટ ધારકો પાસના આધારે મુસાફરી કરી શકતા નહતા. તેમને પણ મુસાફરી માટે રિઝર્વ ટિકિટ પર મુસાફરી કરવી પડતી હતી, જે ખૂબ મોંઘી પડતી હતી. આખરે પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા મંડળની 16 પેસેન્જર ટ્રેનોમાં સિઝન ટિકિટ ધારકોને મુસાફરીની મંજૂરી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં લગભગ 3 હજાર અને ખેડા જિલ્લામાંથી લગભગ 3 હજાર જેટલા સિઝન પાસધારકો કોરોનાકાળ પહેલા ટ્રેનમાં નિયમિત અપડાઉન કરતા હતા. રેલવે દ્વારા મંજૂર કરાયેલી 16 પેસેન્જર ટ્રેન આ મુજબ છે. (1) વડોદરા-અમદાવાદ-વડોદરા મેમુ (2) સુરત-વડોદરા મેમુ (3) ભરૂચ- સુરત મેમુ (4) વડોદરા - સુરત - વડોદરા મેમુ (5) અમદાવાદ - વડોદરા - અમદાવાદ પેસેન્જર (6) વડોદરા - દાહોદ - વડોદરા મેમુ (7) આણંદ - ખંભાત - આણંદ ડેમુ (8) ભરૂચ - સુરત - ભરૂચ મેમુ. માસિક સિઝન ટિકિટ ધારકોને માસિક ધોરણે જ એમ.એસ.ટી આપવા.

અન્ય સમાચારો પણ છે...