તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાભ મળતો નથી:પશુલોન માત્ર સરકારી ચોપડે ધીરાણ નહીં મળતું હોવાની બુમો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઓનલાઇન ફોર્મ ભરી શકતા ન હોવીથી લાભ મળતો નથી
  • સરકારે 5 વર્ષ સુધી વ્યાજ મુક્તિની જાહેરાત કરી હતી

પશુપાલન વિભાગ દ્વારા 1થી 20 પશુઓ લાવવા માટે 5 વર્ષ સુધી વ્યાજ મુકત લોન આપવામાં આવે છે. પરંતુ લોન મેળવવા માટે અટપટ્ટા નિયમોને કારણે પશુપાલકોને લોનનો લાભ મળતો નથી. લોન લેવા માટે પહેલા બેંકમાંથી લોન લઇને તેનો લોન નંબરમેળવીને ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે. તે માટે સહકારી બેંકો દ્વારા જે નિયમો બનાવ્યા છે.

તેમાં પશુપાલક ગુંચવાઇ જાય છે. જે સભાસદ દુધ ભરતો હોય તેના નામે ડેરી સભાસદ તરીકે બોલતું હોય તેને લોન મળે છે. પરંતુ મોટાભાગ સભાસદ નામ ઘરના અન્ય સભ્યના નામે હોવાથી લોન મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જેને લઇ પશુપાલકોને લોન નહીં મળતો હોવાની બુમો ઉઠવા પામી છે.સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવે છે.ઓન લાઇન ફોર્મના કારણે અભણ પશુપાલકો તેનો લાભ લઇ શકતો નથી.

પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોને અગાઉ ગામની ડેરીમાંથી લોન મળતી હતી.પરંતુ તેમાં ગરબળ ગોટા થતાં હોવાથી તે બંધ કરવામાં આવી છે. હાલમાં બેંકો નાના પશુપાલકોને લોન આપવા માટે તૈયાર નથી. રાજય સરકાર પશુપાલન વિભાગ દ્વારા 1થી 20 પશુ લાવવા માટે 5 વર્ષ સુધી વ્યાજમુકત લોન આપવાની જાહેરાત કરી છે. પરંતુ તે માટે ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે. ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા જે તે બેંકમાંથી પશુઓ માટે લોન લેવાની તે લોનનો નંબર ઓનલાઇન ફોર્મ ભરવા દર્શવવાનો થાય છે.

પરંતુ બેંકો નાના પશુપાલકોને લોન આપવા માટે તૈયાર નથી. તેથી લોન નંબર કયાંથી લાવવો તે પ્રશ્ન થઇ પડયો છે. સૌથી વધુ મુંઝવતો પ્રશ્ન ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના પરિવારો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા ઘરનાના એક સભ્યના નામે ડેરીમાં દૂધ ભરાયા છે. તેથી ડેરીમાં સભાસદ તરીકે નામ બોલાતુ હોય છે. જયારે જમીનમાં અન્ય વ્યકિતનું નામ બોલાય છે. જેથી 7 /12 ની નકલ તેમનાનામે હોય છે.જેથી બંને જગ્યાએ અલગ અલગ નામ બોલે છે. તેના કારણે બેંકો સભાસદના નામે 7/12ની નકલ હોવી જોઇએ તેવો આગ્રહ રાખે છે. આવી અનેક વિટામણાઓને કારણે પશુપાલકનો લોને મળતી નથી.

લોન લેવા માટે ધક્કાખાઇને થાકયો
પશુપાલનના વ્યવસાય માટે 5 પશુ નવા ખરીદવા માટે સરકારની યોજના હેઠળ પશુ માટે 5 વર્ષ સુધી વ્યાજમુકત લોન લેવા માટે બેંકમાં ગયો હતો.ત્યારે બેંક જણાવ્યું હતું કે 7/12ની જમીનની નકલ અને ડેરી સભાસદ તરીકે પ્રમાણપત્ર લઇ આવો, પરંતુ ડેરીમાં ઘરના અન્ય સભ્યના નામે દુધ ભરાય છે. તેથી સભાસદ તરીકે તેઓનું નામ છે. જમીનમાં અન્ય નામો છે. જેથી લોન લેવા ઇચ્છતી વ્યકિત નામ જમીનની નકલ પહેલું હોવું જોઇએ તેવું જણાવે છે. - કનુભાઇ રબારી, સૈયદપુરા

અન્ય સમાચારો પણ છે...