તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુમ:પેટલાદ પિયરમાં જાઉું છું તેમ કહી પરિણીતા ગુમ, ખંભાતના બે યુવકો પણ ગુમ થયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાત જહાંગીર ગફુર બસ્તીમાં રહેતા 41 વર્ષીય સાયદાબાનુ અબ્દુલરઉફમીયા શેખ ગત 12મી જૂનના રોજ તેની સાસરીમાં પેટલાદ પિયરમાં જવાનું કહીને નીકળ્યા હતા. જોકે, બે દિવસ પછી પણ તેઓ પિયરમાં ન પહોંચતા સાસરી અને પિયરપક્ષના લોકો ચિંતાતુર બન્યા હતા. તેમણે આ અંગે ખંભાત શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

એ જ રીતે બીજી તરફ ખંભાતના માછીપુરા માલીવાડ ખાતે રહેતો 19 વર્ષીય જલદીપ હિમેશ ખલાસી અને ખંભાત માછીપુરા સ્થિત કૃષ્ણનગર સોસાયટી ખાતે રહેતો 32 વર્ષીય ચેતન કનૈયાલાલ ખારવા રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. પોલીસે આ ત્રણેય બનાવ સંદર્ભે જાણવાજોગ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...