અકાળે મોત:સોજીત્રાના બાલીન્ટા ગામમાં આવેલા કુવામાં પડી જતાં પરિણીતાનું મોત

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોજીત્રા તાલુકાના બાલીન્ટા ગામમાં આવેલા કુવામાં કોઈ અગમ્ય કારણોસર એક પરિણીતા પડી જતા મોત નીપજવાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવ અંગે સોજીત્રા પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સોજીત્રા તાલુકાના બાલીન્ટા ગામમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતા રીંકુબેન રાજુભાઈ કોઈ અગમ્ય કારણોસર શનિવાર બપોરના સમયે કૂવામાં પડી જતા તેણીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને ગામ લોકો ભેગા થઈ ગયા હતા. તેઓએ આ બાબતની જાણ આણંદ ફાયર બ્રિગેડ અને સોજીત્રા પોલીસને કરી હતી. આણંદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશકરો એ ભારે જહેમત બાદ કુવામાંથી રીંકુબેનની લાશ બહાર કાઢી હતી.

બીજી બાજુ પોલીસે રીન્કુબેનની લાશનો કબ્જો લઈ જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.આ અંગે સોજીત્રા પોલીસે હાલ તો અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...