વિવાદ:પરિણીતા પાસે 30 હજાર માંગ્યા, ન આપતાં સળગાવી દેવાની ધમકી

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદ તાલુકાના ભવાનીપુરામાં બનેલી ઘટના

પેટલાદ તાલુકાના ભવાનીપુરામાં સાસરીયાઓએ પરિણીતા પાસે રીક્ષા લાવવા રૂપિયા ત્રીસ હજારની માંગણી કરી હતી. જોકે, પરિણીતા અસક્ષમ હોય પતિ સહિતના સાસરીયાઓએ પરિણીતા પર ત્રાસ ગુજારી તેણીને જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. બોરસદ તાલુકાના ગોરેલ ગામે ઠાકોરભાઈ પુનમભાઈ તળપદા રહે છે. તેમની દીકરી રેખાબેનના લગ્ન પેટલાદ તાલુકાના ભવાનીપુરા ગામ સ્થિત મહાદેવ સીમ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મંગળભાઈ તળપદા સાથે થયા હતા. શરૂમાં તેમનુ લગ્નજીવન સુખરૂપ ચાલ્યુ હતું.

જોકે, બાદમાં સાસુ-સસરા, નણંદોની ચઢવણીથી તેણી પર ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. પરિણીતા પાસે પતિ ઉપરાંત અન્ય સાસરીયાઓએ રીક્ષા લાવવા રૂપિયા ત્રીજા હજારની માંગણી કરી હતી. અને જો નહીં લાવે તો જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. જેને પગલે પરિણીતા ભયભીત થઈ ગઈ હતી અને તેણીએ સમગ્ર હકીકત તેના પરિવારજનોને જણાવી હતી. જેને પગલે પરિવારજનોએ હિંમત આપતાં તેણે પતિ રાજેશ ઉપરાંત, સાસુ વિમળા તળપદા, સસરા મંગળ સોમા તળપદા અને નણંદ ઈન્દુ હિતેશ તળપદા (રહે. સોજિત્રા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...