તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વિશ્વ દિવ્યાંગતા દિવસે પેરેન્ટલ અવેરનેસ વેબીનાર યોજાયો

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એસ. પી. યુનિવર્સિટીમાં વેબિનાર યોજવામાં આવ્યો હતો

સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર સંલગ્ન એમ.બી.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા ૩જી ડિસેમ્બરના રોજ “વિશ્વ દિવ્યાંગતા દિવસ” નિમિત્તે “પેરેન્ટલ અવેરનેસ” વિષય પર ઓનલાઈન નેશનલ લેવેલના વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત તેમજ સંપૂર્ણ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પેરેન્ટ્સ, શિક્ષક, મનોવૈજ્ઞાનિક, સલાહકાર, રિહેબિલીટેશન પ્રોફેશનલસ, અને વિદ્યાર્થીઓ ઓનલાઇનના માઘ્યમથી જોડાયા હતા. જેમાં ડો.નીપાબેન ભરૂચા અને ડો.જે.બી.પટેલ (પ્રાધ્યાપક, એમ.બી.પટેલ. કોલેજ ઓફ એજ્યુકેશન,એસ.પી. યુનિ.) દ્રારા મહેમાનોનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું.

ત્યારબાદ ડો.અજીત કુમાર સિંહ (સહાયક પ્રાધ્યાપક, સી.આર.સી.,ઓઢવ, અમદાવાદ), ડો. રોનક પંડિત (રેહેબિલીટેશન સાયકોલોજીસ્ટ), ડો.મેઘા જોષી (સ્પેશિયલ ટીચર, કાઉન્સેલર, આણંદ), શ્રીમતી પુજાબેન પટેલ (સેક્રેટરી, પ્રયાસ પેરેંટ્સ અસોસીએશન,રાજકોટ) અને શ્રીમતી પ્રતિભા પુરાણીક (પ્રિન્સિપાલ,મિત્ર રેહેબિલીટેશન સેન્ટર, અનુપમ મિશન, મોગરી)એ પેરેન્ટલ અવેરનેસ વિષય પર પોતાના પ્રેક્ટિકલ અનુભવો શેર કરીને વ્યાખ્યાન આપ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો