ભાવ ઘટવાની આશા:પામ ઓઇલની નિકાસ બંધી હટતાં પામોલીન સસ્તું બનશે, ઇન્ડોનેશિયાની સરકારે લીધેલા નિર્ણયથી ગરીબોને ફાયદો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતભરમાં ખાદ્યતેલના ભાવ આસમાને આમ્યા છે.ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગમાં વપરાતા પામોલીન તેના ડબ્બાના ભાવ રૂા.2650ની સપાટીએ આંબી ગયા હોવાથી વપરાશ ધટી ગયો હતી.પરંતુ જ્યાંથી પામોલીન તેલની મુખ્ય આયાત કરીએ છીએ તે ઇન્ડોનેશીયા સરકારે 23મી મેથી પામ ઓઇલની નિકાસ બંધી હટાવી લેવાના નિર્ણયથી પામોલીન સસ્તુ બનશે.

ઇન્ડોનેશીયાથી ગર્વમેન્ટ ઇન્ડોનેશીયાએ તાત્કાલિક અસરથી પામોલીનની નિકાસ બંધી કરી હતી.ત્યારે ઇન્ડોનેશીયાના ખેડૂતોના વિરોધ બાદ ઇન્ડોનેશીયા સરકાર દ્વારા નિકાસ બંધી 23મી મેથી ઉઠાવી લેવાના નિર્ણય કરવામાં આવ્યો છે.નિકાસ બંધી ઉઠાવી લેવાના કારણે ઇન્ડોનેશીયામાં ભારત, બાંગલાદેશ, પાકીસ્તાન અને ચાઇનાના શીપને સીઝ કરી દેવામાં આવ્યા હતા. જે આગામી તા.23મી મેથી ઇન્ડોનેશીયા સરકાર દ્વારા રીલીઝ કરવામાં આવશે.

બીજી તરફ આણંદ જિલ્લામા પામોલીન તેલની સૌથી વધુ ખપત હોય છે. અંદાજે રોજના 1500 ડબા તેલ પામોલીન વેચાણ થાય છ. વધુમા આણંદ તેલના વેપારી મેહુલભાઈ નથવાણીએ જણાવેલ કે આવક વધતા ભાવો ઘટશે તેવી આશા છે. જેથી મધ્યય અને નિમ્ન વર્ગને થોડી રાહત થશે. પામતેલના ભાવમાં રૂ.100નો ઘટાડો થશે.

અન્ય સમાચારો પણ છે...