ભાવમાં ઘટાડો:પામોલીન તેલના ભાવ રૂ.2580થી ઘટી રૂ.1750 થયા, ફરસાણના ભાવ યથાવત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર મહિનામાં પામોલીન તેલના ડબ્બાના ભાવમાં રૂ. 760નો ઘટાડો

આણંદ શહેર સહિત જીલ્લામાં ચાર માસ અગાઉ પામોલીન તેલના ડબ્બાના ભાવ વધીને રૂપિયા 2580ને આંબી ગયા હતા.ત્યારે ઇન્ડોનેશિયાએ 23મેના રોજ પામોલીન તેલની નિકાસ હટાવતા તેલમાં ભાવ ઘટવાનો આરંભ થઈ ગયો હોવાથી તબક્કાવાર ભાવ ઘટતા ગુરૂવારે પામોલીન તેલના એક ડબ્બાના ભાવ રૂ. 1750 થઈ ગયા છે. છેલ્લા ચાર માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 760 નો ઘટાડો થયો હોવાનુ આણંદમા તેલનુ વેચાણ કરતા વેપારીઓએ જણાવ્ય હતુ. પામોલીન તેલમાં ભાવ ઘટાડવા છતાં ફરસાણના ભાવમાં ઘટાડો થયો નથી.

પ્રાપ્ત માહીતી મુજબ પામોલીન તેલ વાપરનારાઓ માટે આખરે સારા સમાચાર આવ્યા છે.ગુરૂવારે પામોલીન તેલના એક ડબ્બાના ભાવ રૂ. 1750 થઈ ગયા છે.જો કે આ ભાવ ઘટાડાને લીધે મધ્યમ વર્ગીય પરિવારોને રાહત થઈ છે.આ અંગે આણંદના તેલના વેપારી મેહુલ નથવાણીએ જણાવ્યુ હતુ કે, છેલ્લા ચાર માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 760 નો ઘટાડો થયો છે.

હજુ પણ ભાવ ધટવાની શકયતાઓ અનુમાન છે.નવરાત્રિ પર્વે નવી મગફળીની આવક થશે. ત્યારબાદ સીંગતેલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.ગુરૂવારે પામોલીન તેલ રૂ.1750,સિંગતેલ રૂપિયા 2950,કપાસીયા રૂ.2500 ભાવ લેખે વેચાણ કરવામા આવતુ હતુ. પામોલીનના ભાવ રૂપિયા 2400ને થઈ ગયો હોવા છતાંય શહેરમાં ફરસાણની દુકાનદારોએ ફરસાણના ભાવમાં વધારો કરેલો તે વધારો હજી પણ યથાવત છે.

અન્ય સમાચારો પણ છે...