આયોજન:આણંદ શાસ્ત્રી મેદાનને પાલિકા ડેવલપ કરી એકેડેમી શરૂ કરશે

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ શાસ્ત્રી મેદાનને પાલિકા પોતાની રીતે ડેવલપ કરી એકેડમી શરૂ કરવામા આવશે. - Divya Bhaskar
આણંદ શાસ્ત્રી મેદાનને પાલિકા પોતાની રીતે ડેવલપ કરી એકેડમી શરૂ કરવામા આવશે.
  • મેદાનમાં નજીવી ફી લઈને તાલીમ આપવાનું આયોજન

આણંદ જિલ્લા ક્રિકેટ એસોશિએશનને માત્ર 1 રૂપિયાના ટોકન ભાવે 8 વર્ષના ભાડા લેખે શાસ્ત્રી મેદાન આપવામાં આવ્યું હતું. ત્યારે ક્રિકેટ એસોશિએશનને 10 માસનો સમય ગાળો વિતી ગયો હોવા છતાં બેદરકારી દાખવી રાખીને ભાડા કરાર રીન્યુ નહીં કરતાં આખરે આણંદ નગરપાલિકાએ શાસ્ત્રી મેદાનનો કબજો પરત લઇ લીધો છે અને હવે જાતે જ મેદાનને ડેવલપ કરી નવી એકેડેમી સ્થાપવાની દિશામાં કાર્ય યોજના તૈયાર કરી છે.

આણંદ પાલિકાના પબ્લીક રીલેશન વિભાગના ચેરમેન ભાવેશ સોલંકીએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા શાસ્ત્રી મેદાનને નવેસરથી ડેવલોપ કરવાની કાર્યવાહીના ભાગરૂપે હાલમાં મેદાનને ફરતે નવી દિવાલ, તારની વાડ ફેન્સીંગ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે. સીસીટીવી કેમેરા સાથે સિકયુરીટી ગાર્ડ તૈનાત કરાશે. આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ નવી કમિટીની નિમણુંક કરાશે. જેના રિપોર્ટ મુજબ મહત્વના નિર્ણય લેવામાં આવશે. શહેરના તમામ વર્ગના નવયુવાનોને રમતગમતનો લાભ મળી રહે તે માટે નવી એકડમી ઉભી કરવામાં આવશે. એકેડેમીમાં સૌથી ઓછી ફી લેવામાં આવશે. અગાઉ ક્રિકેટ એસોશિએસન પાસે વહીવટ હતો ત્યારે જે યુવાનો પ્રેક્ટિસ કરી રહ્યા હતા તેમની પ્રેક્ટિસ વિવાદના કારણે બંધ થઇ ગઇ છે. તેમનો સંપર્ક કરી ઓછી ફી લઇને નવેસરથી પ્રેકિટસ માટે પ્રોત્સાહિત કરાશે.

અન્ય સમાચારો પણ છે...