આણંદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરી રહી હોવાથી વહીવટી તંત્ર માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે.ત્યારે આણંદ કલેકટર કચેરી ખાતે ટ્રાફિક સલાહકાર સમિતિની મીટીંગ યોજાઇ હતી.જેમાં આણંદ શહેરમાં ઝિબ્રાક્રોસીંગ ,સફેદ પટ્ટા , બંધ હાલતમાં ફેરવાઇ ગયેલા ટ્રાફિક સીંગલ શરૂ કરવા તેમજ અડચણરૂપ દબાણો દૂર કરવા ચીફ ઓફિસરને સુચનાઓ આપી હતી.
આથી તંત્રએ આણંદ શહેરની ફરતે ઝિબ્રા ક્રોસીંગ સહિત સફેદ પટ્ટા મારવાની કામગીરી શરૂ કરી દીધી છે. આમ વર્ષો બાદ તંત્રએ આળસની ધૂળ ખખેરી એકાએક ટ્રાફિક નિયમને લગતી કામગીરી હાથ ધરતાં શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
આણંદ નગરપાલિકા ચીફ ઓફિસર એસ.કે.ગરવાલે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીની ઉપસ્થિતીમાં આણંદ શહેરમાં ટ્રાફિક નિયમ જળવાઇ રહેના હેતુંથી ટ્રાફિક સલાહકાર સમિતિની મીટીંગ યોજાઇ હતી. જેમાં આણંદ જિલ્લા પોલીસવડા અજીત રાજીયન સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
મીટીંગમાં થયેલી ચર્ચા મુજબ શહેરમાં ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે માટે ઝિબ્રાક્રોસીંગ સહિત માર્ગો પર સફેદ પટ્ટા મારવાની કામગીરી તેમજ અમૂલ ડેરી રોડ, ટુંકી ગલી વિસ્તાર, સ્ટેશન રોડ, જૂના બસ સ્ટેશન વિસ્તાર, ગામડી વડ, વહેરાઇ માતા વિસ્તારમાં ટ્રાફિક અડચણરૂપ લારીઓ સહિત દુકાનોની બહાર ખડકી દેવાયેલા દબાણો દુર કરવા સુચનાઓ આપવામાં આવી હતી.
આમ આણંદ પાલિકા દ્વારા સામાન્ય સભામા થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ, ઝીંબ્રા ક્રોસીંગ, કેટ આઇ બમ્પની કામગીરી, રીફલેકટર સહિતની કામગીી માટે ચાલુ વર્ષના બજેટમાં રૂા. 30 લાખની ફાળવણી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.