સફાઇ કામગીરી:આણંદ વાલ્મિકી સમાજના સ્મશાનમાં પાલિકાએ સફાઇ કામગીરી હાથ ધરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ પાલિકા તંત્રની જાળવણીના અભાવે ઝાડી જાખરાનું સામ્રાજય થઇ ગયું હતું

આણંદ કૈલાસભૂમિ પાસે વાલ્મિકી સમાજના સ્મશાન ભુમિમા તંત્રની જાળવણીના અભાવે ઝાડી જાખરાનું સામ્રાજય થઇ ગયું હતું.ત્યારે ડાઘુઓને ભોગ બનવું પડતું હોવાથી આખરે આણંદ પાલિકા અપક્ષના નગર સેવકે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજુઆત કરાઇ હતી.જેના પગલે પાલિકા તંત્રએ વાલ્મિક સમાજના સ્માશાનમાં સાફ સફાઇ હાથધરાતાં વાલ્મિકી સમાજમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેર વર્ષથી વસવાટ કરતાં વાલ્મિકી સમાજના મૃત્યુ પામનાર લોકોના સ્મશાન માટે જમીનની માપણી વર્ષ 2011માં કરવામાં આવી હતી. આ અંગે રાજય સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી .આ અંગે કિરણભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, વાલ્મિક સમાજના જિલ્લા કલેકટર ધવલ પટેલ રજૂઆત કરતાં કૈલાસભૂમિ પાસે આવેલા ટીપી સ્કીમ -2માં જમીન ફાળવણીનો હુકમ કર્યો હતો. આણંદ નગરપાલિકા દ્વારા જાળવણી કરવામાં આવતી નહી હોવાથી ઝાડી ઝાખરા સહિત સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો.

આ અંગે આણંદ પાલિકાના અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ ચીફ ઓફિસર એસ.કે.ગરવાલને આવેદનપત્ર આપીને વાલ્મિક સમાજ દ્વારા સ્મશાનની જાળવણી કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. આ અંગે આણંદ પાલિકા ચીફ ઓફિસર એસ કે ગરવાલે જણાવ્યું હતું કે, ફરિયાદ મળવાથી તાત્કાિલક ધોરણે પાલિકાની ટીમોને જેસીબી મશીનથી સાફસફાઇ કરવાના આદેશ કર્યા હતા. આમ લાંબા સમયબાદ વાલ્મિક સમાજના સ્મશાનમાં સાફસફાઇ હાથધરતાં વાલ્મિકી સમાજમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...