તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધાઓથી વંચિત:પાધરિયા વિસ્તાર ગામ તળમાં ન હોઇ ગટર, પાણીની સુવિધાનો અભાવ, વોર્ડનં.5

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
આણંદના પ્રવેશદ્વાર સમાન ભાલેજ ઓવર બ્રીજ બનાવવા પાલિકા દ્વારા ઠરાવ કર્યો હોવા છતાં કામગીરી કરાતી નથી. - Divya Bhaskar
આણંદના પ્રવેશદ્વાર સમાન ભાલેજ ઓવર બ્રીજ બનાવવા પાલિકા દ્વારા ઠરાવ કર્યો હોવા છતાં કામગીરી કરાતી નથી.
 • ભાલેજ ઓવરબ્રીજનું કામ ફલાય ઓવરના નામે ટલ્લે ચઢાવ્યું

આણંદ પાલિકાની ચૂંટણી આવતાં જ કાઉન્સિલરો પોતાના વિસ્તારના લોકો યાદ આવે છે. આણંદના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નં-5 ની વાત કરી તો અહીં15 હજાર વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે.રહિશો દ્વારા આણંદ પાલિકામાં ટેક્ષ ભરવા છતાં મળવા પાત્ર સુવિધાઓથી વંચિત છે. જો કે જો કે ગટર લાઇનના ખોદકામ બાદ રોડ નવા બનાવવાની કામગીરી 14 સોસાયટી વિસ્તારમાં મજૂર થઇ હતી.

વારંવાર કલેકટર અને પ્રાદેશીક કમિશનરને રજૂઆત કરતાં આખરે આ વખતે પાધરિયાના રસ્તાની કામગીરી હાથ ધરી છે. ગામડી કાંસની કામગીરી મંજૂર થઇ હોવા છતાં હવનમાં હાડકા નાંખવાનું કામ પાલિકા કરે છે. તેમજ કાઉન્સિલરોની ગ્રાન્ટ સિવાય અન્ય કોઇ ગ્રાન્ટ આ વિસ્તારમાં ફાળવાતી નથી. ચોમાસામાં આ વિસ્તાર પાણીના નિકાલના અભાવે બેટમાં ફેરવાઇ જતો જોવા મળે છે.

વોર્ડ નં.5ની મુખ્ય સમસ્યા કઇ કઇ છે ?

 • ગટરલાઇન નાંખી છે પરંતુ જોડાણ આપવામાં આવતા નથી.
 • ચોમાસામાં વરસાદી પાણી અમીનામંજીલથી લઇને પાધરિયા વિસ્તાર સુધી ભરાઇ જાય છે.
 • રેલ્વેને અડી આવેલ ખુલ્લા કાંસની સફાઇ કરવામાં આવતી નથી.
 • મોટાભાગની સોસા.માં પુરતાં ફોર્સથી પીવાનું પાણી મળતું નથી.
 • ટી પી સ્કીમમાં સમાવેશ ન હોવાથી વિકાસના કામો થતાં નથી.
 • હાલમાં મોટાભાગની સોસાયટી ગટરલાઇન ખોદકામ બાદ રસ્તા બનાવવામાં આવ્યા નથી.

સ્થાનિક રહિશો શું કહે છે?

ગટર પ્રશ્ન હલ થતો નથી
અમીના મંજિલ, નૂતનનગર અને પાધરિયા વિસ્તારમાં 7 વર્ષથી ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે. પરંતુ હજુ સૂુધી જોડાણ મળતાં નથી. - જયંતિભાઇ મેકવાન, સ્થાનિક રહીશ

વિસ્તાર પ્રત્યે ભેદભાવ નિતી
પૂર્વ વિસ્તારમાં ટીપી સ્કીમ તંત્ર દ્વારા આપવામાં આવે તો પાધરીયા વિસ્તારમાં વિકાસની કામગીરી થાય તેમ છે. સફાઇ હાથ ધરવામાં આવતી નથી. - રવિ ક્રિસ્ટી, સામાજિક કાર્યકર, સ્થાનિક રહીશ

ઉબડ ખાબડ રસ્તાઓ
પાધરીયા વિસ્તારમાં રહીશોને ટેકસ ભરવા છતાં મળવા પાત્ર સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. ઉબડ ખાબડ રસ્તાઓ,ચોમાસામાં પાણી ખૂબ ભરાય છે.- િપ્રયંકા પરમાર, શિક્ષીકા, સ્થાનિક રહીશ

કામગીરીમાં વેઠ ઉતારી છે
પાધરિયા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં આજે પણ પાકા રસ્તા નથી. તેમજ પીવાના પાણીની વ્યવસ્થા નથી. જયારે ગટર લાઇનના કામમાં વેઠ ઉતારવામાં આવી છે. - સમીર વાઘેલા, પાધરિયા

પાલિકા કાઉન્સિલરો શું કહે છે?

સોસા.માં કામ કર્યા છે
બ્રીજ પહોળો કરવા માટે મંજૂરી મળી છે. મા-મ વિભાગ દ્વારા તમામ તૈયારી કરી છે. પાલિકાના સત્તાધિસોએ બ્રીજની કામગીરી અટકાવી છે. - સલીમભાઇ દિવાન, કોંગ્રેસ કાઉન્સિલર

​​​​​​​સતત રજૂઆત કરાઇ
કોંગ્રેસ શાસીત વિસ્તાર હોય આણંદ પાલિકા દ્વારા વિકાસના કાર્યો કરાતા નથી. ગટર લાઇન કામગીરી અધૂરી જેની કામગીરી હાથ ધરાતી નથી. - શરીફાબેન વ્હોરા, કોંગ્રેસ કાઉન્સિલર

​​​​​​​વોટર વર્કસનું કામ ટલ્લે
આ વિસ્તારમાં પીવાનું પાણી પુરૂપાડવા માટે વોર્ટર વર્કસની મંજરૂ મળી ગઇ છે. પરંતુ તેને કયાં બનાવો તે પ્રશ્ન છે. કારણકે આ વિસ્તારમાં સરકારી જમીન નથી. - એરીકા મેકવાન, કોંગ્રેસ,કાઉન્સિલર

​​​​​​​રસ્તા બનાવવામાં આવ્યા
નૂતનનગર અને અમીના મંજીલ વિસ્તારમાં પીવાના પાણી માટે રજુઆત કરતાં તંત્ર દ્વારા નવીન બોરકુવો ફાળવ્યો છે, રસ્તાઓ પણ બનાવાયા છે. - સોહીલ વ્હોરા, કાઉન્સિલર આણંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો