આ વરહે વરહાદ બૌ હારો પડ્યો:આણંદ જિલ્લામાં ડાંગરનું વાવેતર 12 હજાર હેકટર વધ્યુ, શાકભાજીને પણ અગ્રીમતા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગત વર્ષે ઓગસ્ટમાં 81 હજાર હેકટરમાં ડાંગરનું વાવેતર હતું, આ વર્ષે 93 હજાર હેકટરમાં રોપણી
  • સમયસર અને માફકસર વરસાદથી ખેડૂતોનો ઉત્સાહ બેવડાયો, ક્યારીઓ ભરેલી રહેતા સિંચાઇ વિભાગ પર નિર્ભર રહેવુ ન પડ્યું

આણંદ જિલ્લામાં અષાઢ મહિનામાં અનારાધાર વરસાદે ખેત અને ખેડૂતોને તરબદર કર્યા છે. હવે શ્રાવણની શરૂઆતમાં પણ વરસાદ ખેતીને લાભદાયક બની રહ્યો છે. સમયસર અને માફકસરનો વરસાદ હોવાથી ખેડૂતો ઉત્સાહભેર ડાંગર સહિતના વાવેતરમાં લાગી ગયાં છે. ગતવર્ષે ઓગસ્ટ પ્રથમ સપ્તાહમાં 81 હજારથી હેકટરમાં ડાંગરનું વાવેતર થયું હતું. જયારે ચાલુવર્ષે 93 હજાર હેકટરથી વધુ વાવેતર થયું છે.

આણંદ જિલ્લામાં શ્રાવણની શરૂઆતમાં વરસાદી ગયા વરસે આ ગાળામાં પડેલા વરસાદ કરતાં આ વરસે બે ગણો વરસાદ પડ્યો છે. ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. ખેતરમાં પાણીની ક્યારી ભરેલી હોવાથી સિંચાઇ વિભાગ પર નિર્ભર રહેવું પડ્યું નથી. તેમાંય ડાંગરનો પાક વરસાદના પાણીમાં સારો થતો હોવાથી ખેડૂતો આ વરસે વધુ ઉતારાની આશાએ ઉતસાહભેર રોપણી કરવા લાગ્યાં છે.

ગયા વરસે આ ગાળામાં થયેલી રોપણી કરતાં આ વરસે 12 હજાર હેક્ટરમાં વધુ રોપણી થઇ છે. તેમાંય માફકસર અને સમયસરના વરસાદના કારણે ડાંગર અને શાકભાજીનું વાવેતર વધ્યું છે. બીજા નંબરે ઘાસચારો, શાકભાજી અને બાજરીનો સમાવેશ થાય છે.

સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ પડી ગયો

તાલુકોકુલ વરસાદટકા
આણંદ738 MM86.32
આંકલાવ486 MM60
બોરસદ741 MM91.37
ખંભાત542 MM70.39
ઉમરેઠ319 MM47.18
સોજિત્રા563 MM77.34
પેટલાદ634 MM78.37
તારાપુર603 MM90.27
કુલ578 MM75.15

વરસાદ ડાંગર માટે ફાયદાકારક રહ્યો છે
આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે જણાવ્યું હતું કે, આ વરસે માફકસરનો વરસાદ રહ્યો છે. જે ડાંગર માટે ફાયદાકારક છે. હાલ 93 હજારથી વધુ હેક્ટર સુધી વાવેતર થયું છે. ડાંગર માટે ચોમાસાનું પાણી લાભાકરક હોવાથી ખેડૂતો રોપણીના કામમાં લાગી ગયાં છે. હાલ સતત વરસાદથી ક્યારા વરસાદી પાણીથી ભરાયેલા છે.

ડાંગરના વાવેતરમાં તારાપુર તાલુકો અગ્રેસર આંકલાવ,આણંદ અને ઉમરેઠ પાછળ

તાલુકોડાંગરબાજરીકપાસશાકભાજીઘાસચારો
આણંદ600623820535102490
આંકલાવ1170346824401784
બોરસદ1728051444616591933
ખંભાત19390156420175988
પેટલાદ11201102662503803
સોજિત્રા124251190142193
તારાપુર197965613094343
ઉમરેઠ6412169914101460
કુલ936803567103099209945
અન્ય સમાચારો પણ છે...