તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આણંદના કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં અમૂલના સહયોગથી ઓક્સિજન ઉત્પાદન કરતો પ્લાન્ટ કાર્યરત કરાયો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિ કલાક 20 હજાર લીટર લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન થશે

આણંદ જિલ્લાની સૌથી મોટી કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં અમૂલના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. જેનું ઉદ્દઘાટન સોમવારના આણંદ અમુલના ચેરમેન રામસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ કલાકના 20 હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન હવામાં મેળવવા ની ક્ષમતા ધરાવે છે. જેમાંથી 50થી 60 દર્દીઓના જીવન ઉપયોગી ઓક્સિજન આપી શકાશે. કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પણ કોરોના મહામારીની બીજી લહેરમાં જિલ્લા અને રાજ્યભરમાંથી સંક્રમિત દર્દીઓ આવે છે. હાલમાં હોસ્પિટલમાં 500થી વધુ સંક્રમિત દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.પ્રતિદિન 50 થી વધુ નવા દર્દીઓ દાખલ થાય છે. જેમને ઓક્સિજનની તાતી જરૂર પડે તેવા દર્દીઓમાં હવે વધારો થઈ રહ્યો છે.હોસ્પિટલ પાસે 6 હજાર ટનની ક્ષમતા ધરાવતી ઓક્સિજનની ટાંકી છે, આ ઉપરાંત કટોકટીની સ્થિતિમાં પહોંચી વળવા માટે એક હજાર લીટરની ત્રણ નાની ટાંકી પણ છે. પરંતુ હોસ્પિટલને હમણાં મર્યાદિત માત્રામાં ઓક્સિજન મળતો હોવાથી અમૂલના સહયોગથી નવો ઓક્સિજન પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે.

નવા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન સોમવારના અમુલના ચેરમેન રામસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ, ધારાસભ્ય કાંતિભાઈ સોઢા, અમૂલના એમડી અમિત વ્યાસ, ચારુતર આરોગ્ય મંડળના માનદમંત્રી જાગૃત ભટ્ટ વિગેરે હાજર રહ્યાં હતાં.

આ પ્રસંગે રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમુલ દ્વારા આણંદ, નડિયાદ અને બાલાસિનોરમાં ઓક્સિજન પ્લાન્ટ નાંખવામાં આવશે. આ ઉપરાંત અમુલના એમડી અમિત વ્યાસે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ બનાવવામાં મુખ્યત્વે 45 દિવસનો સમય લાગી શકે છે. પરંતુ અમુલની પ્રોજેક્ટ ટીમે દિવસ રાત કામ કરીને ફક્ત આઠ જ દિવસમાં આ પ્લાન્ટ તૈયાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...