તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્દીઓને રાહત:ઓક્સિજનની અછતને પહોંચી વળવા હવે આણંદના રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપાશે

આણંદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી દૈનિક 85 સિલિન્ડર ભરાય તેટલો ઓક્સિજન હવામાંથી ઉત્પાદન કરાશે
 • આ પ્લાન્ટ શહેરની પ્રતિષ્ઠિત ટી સ્કવેર હોસ્પિટલની અગાસીમાં સ્થાપવામાં આવશે

આણંદમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે. રોજે રોજ દર્દીઓની વધતી સંખ્યા અને તેની વ્યવસ્થા જિલ્લા વહીવટી અને હોસ્પિટલો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. હાલ ગંભીર પરિસ્થિતિવાળા દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. આણંદમાં ઓક્સિજનની જરૂરિયાત એટલી વધી ગઈ છે કે તે માટે અલાયદી નવી વ્યવસ્થાઓ ઉભી કરવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આ માટે સેવાભાવી સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ પ્રજા અને સરકાર તંત્રના સહયોગમાં આગળ આવી છે. સ્વામી સચ્ચિદાનંદે પેટલાદ હોસ્પિટલમાં અને અમૂલ ડેરી કરમસદ હોસ્પિટલમાં અને એસવીઆઈટી ગ્રૂપે વાસદ હોસ્પિટલમાં અને હવે આણંદના રુટ્સ ફાઉન્ડેશને આણંદ ટી સ્કેવર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કોરોના મહામારીમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ઓક્સિજનની સપ્લાય ચેન અવરોધાઈ છે. હાલ આણંદમાં દૈનિક 25 ટન ઓક્સિજન 17 ટન જથ્થો નિયમિત મળે છે જ્યારે અન્ય ઓક્સિજનની અન્ય ઘટ જિલ્લા વહીવટી તંત્ર અને સપ્લાયર સાથે મળી ઉકેલે છે.

સમાજમાં સંવેદના અને સરકારની ચિંતા વધારતી આ સ્થતિમાં મદદરૂપ થવા સામાજિક અને સહકારી આગેવાનો આગળ આવ્યા છે. સ્વામી સચ્ચિદાનંદે પેટલાદ હોસ્પિટલમાં અને અમૂલ ડેરી કરમસદ હોસ્પિટલમાં અને એસવીઆઈટી ગ્રૂપે વાસદ હોસ્પિટલમાં અને હવે આણંદના રુટ્સ ફાઉન્ડેશને આણંદ ટી સ્કેવર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે.

મહત્વનું છે કે, આણંદ જિલ્લામાં સેવાક્ષેત્રે અગ્રેસર રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલ ટી સ્કવેર હોસ્પિટલની અગાસીમાં ઓક્સિજન પ્લાન્ટ નાંખવાની જાહેરાત કરી છે. જેમાં 85 સિલિન્ડર ભરાય તેટલો ઓક્સિજન હવામાંથી મેળવવામાં આવશે.

આ અંગે રૂટ્સ ફાઉન્ડેશનના જણાવ્યાનુસાર, આણંદમાં કોરોના કાળ દરમિયાન નિઃશુલ્ક ટીફીન સેવા બાદ હવે ઓક્સિજન પ્લાન્ટ નાંખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરની ટી સ્કવેર હોસ્પિટલની અગાસીમાં ઓક્સિજન પ્લાન્ટ નાંખવામાં આવશે. જે આવતા આઠેક સપ્તાહ દરમિયાન કાર્યરત થઈ જશે.

આ પ્લાન્ટમાં દૈનિક 85 જેટલા સિલિન્ડર ભરાય તેટલો ઓક્સિજન હવામાંથી ઉત્પાદન કરવામાં આવશે. જે ઉત્પાદિત ઓક્સિજન હોસ્પિટલમાં સેન્ટ્રલાઇઝ ઓક્સિજન પ્લાન્ટ સાથે સીધી જોડી દેવામાં આવશે. હાલ દૈનિક એક ટન ઓક્સિજનનો વપરાશ છે. આ પ્લાન્ટ કાર્યરત થતાં કોરોના દર્દીઓને રાહત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો