સુવિધા:વાસદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓકિસજન પ્લાન્ટ અને આઈસીયુ રૂમનું ભાજપ પ્રેદેશ પ્રમુખના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ પ્રમુખે આણંદ સાંસદની કોરોના સંક્રમણ સમય દરમ્યાનની કામગીરીને બિરદાવી

વાસદના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધી ન્યુ ઇંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટના સૌજન્યથી 34 લાખના ખર્ચે નિર્મિત ઓક્સિજન પ્લાન્ટ તથા રૂ.15 લાખના ખર્ચે આઈસીયુ રૂમ એક બાયપેપ મશીન સહિત બે વેન્ટીલેટર બેડનું વર્ચ્યુઅલ લોકાર્પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું.

વાસદ ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવનારા દર્દીઓ માટે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા ચા, નાસ્તો, બન્ને ટાઇમના ભોજનની કરવામાં આવેલી વ્યવસ્થાને બિરદાવી હતી. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા સાંસદ કોવિડ રથના કારણે ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને તેનો લાભ મળવાથી ત્વરિત નિદાન અને સારવારના કારણે કોરોનાના વધુ કેસ અટકાવી શકાયા હોવાનું સી.આર. પાટીલે જણાવ્યું હતું.

વધુમાં મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાસદ ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યાર સુધીમાં 190 દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. આ તમામ દર્દીઓ કોરોના મુકત થઇને પોતાના સ્વગૃહે પરત ફર્યા છે. જોકે, સાવચેતી અને સલામતી રાખવાની સાથે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે ઓકિસજન પ્‍લાન્‍ટ માટે દાન આપનાર ન્‍યુ ઇંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી ભાસ્‍કરભાઇ પટેલ, ઉપપ્રમુખ દિપકભાઇ પટેલ, મંત્રી ભાવેશભાઇ પટેલ અને ટ્રસ્‍ટીઓ, જિલ્‍લા અગ્રણીઓમાં ભાજપ જિલ્લા પ્રમુખ વિપુલભાઇ પટેલ, જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, કલેક્ટર આર. જી. ગોહિલ, જિલ્‍લા વિકાસ અધિકારી આશિષકુમાર, જિલ્‍લા પોલીસ વડા અજીત રાજીયન, વાસદ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રના તબીબો, નર્સિંગ સ્‍ટાફ સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...