ઠેર ઠેર પાણી ભરાયા:પેટલાદ અને તારાપુરમાં બે ઇંચથી વધુ વરસાદ, ખેડાના કપડવંજ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ-ખેડા જિલ્લામાં શનિવાર સાંજથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં કપડવંજ તાલુકામાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારો પાણી તરબોડ બની ગયા છે. જયારે આણંદ જિલ્લામાં પેટલાદ અને તારાપુર 2 ઇંચ વધુ વરસાદ નોંધાયો છે. આણંદ અને ખંભાતમાં 1 ઇંચ વરસાદ અન્ય તાલુકામાં દિવસ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં દોર જોવા મળ્યો હતો. જયારે સોજીત્રા ગામે રાણાચોકમાં એક બંધ મકાનની દિવાલ ધરાશય થઇ જતાં નાસભાગ મચી ગઇ હતી.

આણંદ જિલ્લામાં શનિવાર રાતના 8 વાગ્યા બાદ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં પેટલાદ, તારાપુર અને આણંદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતાં નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. દિવસ દરમિયાન જિલ્લામાં છુટછાવાયા વરસાદી ઝાપટાં પડયા હતાં. ખેડા જિલ્લાના 8 તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. કપડવંજમાં 24 કલાકના સમયગાળામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

જોકે, થોડા સમય બાદ વરસાદે વિરામ લેતા વરસાદી પાણી ઓસર્યા હતા. વરસાદી વાતાવરણ વચ્ચે યાત્રાધામ ડાકોરના વડા બજાર વિસ્તારમાં આવેલા દલાપુરામાં એક મકાનની દિવાલ ધરાશાયી થતા એક મજૂરને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે મહેમદાવાદના બારમુવાડા ગામમાં દૂધ મંડળીનું દૂધનું ટેન્કર મંડળીના કર્મચારી દ્વારા દોરડા વડે બાંધી પાણીમાંથી ઉગારી લેવાયું હતું. તેમજ મહેમદાવાદ તાલુકા બારમુંવાડા જરાવત ગામના કાચું મકાન ધરાશાયી થયું હતું.

સોજીત્રા રાણાચોકમાં બંધ મકાનની િદવાલ ધરાશાયી
સોજીત્રા શહેરના રાણાચોક બજાર જવાના વિસ્તારમાં આવેલ એક બંધ મકાનની દીવાલ ઉપર પીપળાનું ઘટાદાર વૃક્ષ ઉગવા પામ્યું હતું. આ મકાનની દિવાલ વૃક્ષના કારણે જર્જરીત બની જવા પામી હતી. દરરોજ સાંજના સુમારે અવિરત વરસાદના કારણે દિવાલ ધોવાઈ જવા પામી હતી અને દિવાલ અને પીપળાનું ઝાડ ધરાશાય થવા પામ્યું હતું. નસીબે સોજીત્રા રાણા ચોક થી બજાર જવાનો આ મુખ્ય માર્ગ હોય વૃક્ષ ધરાસાઈ થયું તે સમયે બપોરે 12 કલાકની આજુબાજુ કોઈ અવરજવર ના હોવાને કારણે જાનહાની ટળી. થવાના કારણે મુખ્યમાર્ગ ઉપર દિવાલ ના કાટમાળ તેમજ ઝાડનો ડાળીયોને લઇ બે કલાક રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. આ અંગે સોજીત્રા પાલિકા તંત્રને જાણ થતા પાલિકા દ્વારા જેસીબી ની મદદથી કાટમાળ તેમજ ઝાડને ખસેડવામાં આવ્યું અને રસ્તો પુનઃ ચાલુ કરવામાં આવ્યો.

કપડવંજમાં અનરાધાર વરસાદથી તળાવ અને નદિઓમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશી
હવામાન વિભાગની આગાહીના પગલે કપડવંજમાં 24 કલાકના સમયગાળામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાત્રિના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા કપડવંજ પર મહેરબાન થયા હોય તેમ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેને પરિણામે તાલુકાના તળાવ અને નદીઓમાં વરસાદી પાણીની આવક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...