વિરોધ:365 ગામોમાં 340થી વધુ કૉમ્પ્યુટર ઓપરેટરો 8 મીથી હડતાળ પર જશે

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગણીઓ ન સ્વીકારાતા પુનઃ VCE અચોક્ક્સ મુદ્દતની હડતાળ યોજી વિરોધ કરશે

આણંદ જિલ્લાની 365 ગ્રામ પંચાયતોમાં કૉમ્પ્યુટર ઓપરેટર (ઇ-ગ્રામ કમ્પ્યુટર સાહસિક) તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ અગાઉ સરકારના આશ્વાસન બાદ સમગ્ર હડતાળ સ્થગિત કરેલ પરંતુ આ અંગે સરકાર દ્વારા સમય વિત્યે બાદ પણ પોતાની માંગણીઓ સંદર્ભે કોઈ સુખદ અંત ના આવતા અંતે પૂનઃ એક વખત આંદોલન ઉપર જવાની ચેતવણી આપી છે. અને આગામી 8મી થી સમગ્ર જિલ્લામાં ઇ-ગ્રામ કમ્પ્યુટર સાહસિક અચોક્ક્સ મુદ્દતની હડતાળ ઉપર જવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ગ્રામ પંચાયતમાં સરકારી ઓનલાઇન યોજનાઓ, ખેડૂત ખાતેદાર સહિતની ગ્રામ્ય કક્ષાએ થતી કામગીરીઓ અટવાઇ જશે.

આણંદ જિલ્લા વીસીઇ મંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી પડતર પ્રશ્નો અંગે નિર્ણય લેવા જણાવાયું હતું.પરંતુ પંચાયતોમાં વીસીઇ છેલ્લા 16 વર્ષથી કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓનું કામ કરે છે. જેમાં વીસીઇને કમિશનના બદલે ફીકસ પગાર, સરકારી લાભો, આરોગ્ય વિમા કવચ, કોરોનામાં મૃતક વીસીઇને આર્થિક સહાય, સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેકટીવીટી આપવા તેમજ વીસીઇની કામગીરી બાબતે જોબ ચાર્ટ નકકી ક૨ી આપવાની સહિત ની માંગણીઓ સંદર્ભે 2016થી મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. છતાં કોઇનિરાકરણ ન આવતા આગામી8 સપ્ટે.2022થી પુનઃ આંદોલનની ગુજરાત રાજય ગ્રામ પંચાયત કમ્પ્યુટર સાહસિક (ઓપરેટર)મંડળ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે. ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં 365 થી વધુ ગ્રામ પંચાયતોમાં વીસીઇ કર્મચારીઓ કામગીરી સંભાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...