આંદોલનની ચીમકી:SP યુનિવર્સિટીમાં ઓન ડિમાન્ડ પરીક્ષા ન લેવાતાં ભારે રોષ

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્નાતક કક્ષાના 5મા સેમની પરીક્ષા બાકી

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓનું વર્ષ બગડે નહીં તે હેતુસર ઓન ડિમાન્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવે છે. જોકે, સ્નાતક કક્ષાની પાંચમા સેમેસ્ટરની ઓન-ડિમાન્ડ પરીક્ષા છેલ્લાં કેટલાંય સમયથી લેવામાં ન આવી હોય છાત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે હજી સુધી પરીક્ષા બાબતે કોઈપણ નિર્ણય યુનિવર્સીટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો નથી. જેને પગલે વિદ્યાર્થીઓ ચિંતિત છે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી માંગ હાલમાં વિદ્યાર્થીઓમાં છે ત્યારે આ મામલે બીજી તરફ ભાજપ પ્રેરિત વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, આણંદ દ્વારા શુક્રવારે રજિસ્ટારને મળીને આવેદન આપી પરીક્ષાનું ત્વરીત આયોજન કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. વધુમાં નિર્ણય નહીં કરાય તો વિદ્યાર્થી પાંખ દ્વારા આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...