રજૂૂઆત:મહીસાગર નદીમાં ગેરકાયદે કરોડોની રેતી ખનન કરનાર સામે કાર્યવાહી ન કરાતાં રોષ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ ખાણખનીજ વિભાગ, આરટીઓ, વાસદ પોલીસને લેખિતમાં રજૂૂઆત કરી
  • ગ્રામજનોએ કલેકટરને આવેદન આપી પગલાં નહીં લેવાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી

આણંદના રાજુપુરા ગામે ગામના જાગૃત નાગરીકો દ્વારા મહીસાગર નદીમાં ગેરકાયદે ચાલી લીઝમાં રેતી ખનનની પ્રવૃતિ અટકાવવા માટે ગયા હતા. ત્યારે લીઝ ધારકોએ તેમના હુમલો કર્યો હતો.જે બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ગ્રામજનો ભારે હોબાળો મચાવ્યો હતો. જે વખતે આણંંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગ, આરટીઓ કચેરી આણંદ અને પોલીસ તંત્રને લેખિતમાં જણ કરી હોવા છતાં આજદીન સુધી ગેરકાયદે ચાલી રહેલી લીઝના ધારકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

રાજુપુરાના આગેવાનો રમેશભાઇ ચૌહાણ સહિત ગામના આગેવાનો મહીસાગર નદીમાં ગામના રાજેન્દ્રસિંહ સુરેન્દ્રસિહ પરમાર અને તેમના મળતિયા દ્વારા છેલ્લા ઘણા સમયેથી ગેરકાયદે લીઝ ચલાવીને લાખો ટન રેતી ખનન કરીને નદીના પટ્ટને નુકશાન પહોંચાડયું છે. જે બાબતે ગામના આગેવાનો દ્વારા ગત 10મી માર્ચે ખાણ ખનીજ વિભાગ આણંદ લેખિત રજઆત કરીહતી. તેમ છતાં કોઇ જ પગલા લેવાયા ન હતા .જેથ ી ગ્રામજનો ભેગા મળીને સાધી રેતી ચોરી અટકાવવા માટે ઝુંબેશ હાથધરી ને રેતી ખનનની પ્રવૃતિ અટકાવી હતી. પરંતુ ગૃપ્ત રાહે રેતી ખનન ચાલતું હતું.

જેથી ગત 22મી એપ્રિલના રોજ રાજુભાઇ પરમાર અને રમેશભાઇ નદી પર જઇને ગેરકાયદે રેતી ખનન પ્રવૃતિ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે રાજેન્દ્રસિંહ અને તેમના મળતિયાઓ હુમલો કર્યો હતો. જે બાબતે વાસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

ત્યારબાદ ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગ, આરટીઓ કચેરી આણંદ અને વાસદ પોલીસ તથા ગામના તલાટી રેતી ખનન બાબતે કાર્યવાહી કરવાની ફરજ બને છે.તેમ છતાં તેઓની સામે આજદીન સુધી કોઇ જ કાર્યવાહી થઇ નથી જેથી ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રેતીખનનની માપણી કરીને લીઝ ધારકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...