તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:આણંદમાં તુલસી ગરનાળાના કાંસમાં બિલ્ડરોએ ગેરકાયદે પુરાણ કરતાં રોષ

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં તંત્ર દ્વારા કાંસની સાફ સફાઈની હાથ ધરવામાં આવતી કામગીરી

આણંદ તુલસી ગરનાળા થઈને ખંભાત તરફ પસાર થતાં કાંસમાં બિલ્ડરોએ કાંસ પુરી દઇને રસ્તો બનાવી દીધો છે.ત્યારે ચોમાસુ સિઝનમાં વરસાદી પાણી ભરાઇ જવાના પગલે સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નિકળ્યો છે.જો કે હાલમાં તંત્ર દ્વારા કાંસની સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આણંદ તુલસી ગરનાળા પાસે સોસાયટી વિસ્તારના રહીશો એ જણાવેલ કે આણંદ ગામડીથી તુલસી ગરનાળા થઈને ખંભાત તરફ પસાર થતાં કાંસમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો હોય છે.

પરંતુ તુલસી ગરનાળા પાસે બિલ્ડરોએ જેસીબી મશીનથી રસ્તો તોડી નાંખી માટી, કપચી પુરાણ કરી દેવામાં આવ્યું છે. આણંદ પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે કાંસમાંથી ગેરકાયદે દબાણો દુર કરવામાં આવે તેવી રહીશોમાં માંગ ઉઠી છે. આ અંગે આણંદ પાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવેલ કે તુલસી ગરનાળા કાંસની પાલિકા દ્વારા સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...