આક્રોશ:વિદ્યા ડેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મીઓને છૂટા કરાતાં રોષ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇપણ જાણ કર્યા વિના કામદારોને છૂટા કરાતાં લેબર કમિશનરને રજૂઆત

આણંદ બોરસદ ચોકડી પાસે વિદ્યા ડેરીમાં કોન્ટ્ાકટ બેઝ પર કામ કરતાં કામદારોને અગાઉથી કોઇ પણ પ્રકારની જાણ કર્યા સિવાય છુટા કરી દેવામાં આવતાં કામદરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કામદારો ડેરીમાં જાય તો તેમને ઘુસવા દેવામાં ન આવતાં આખરે કામદારો ભેગા મળીને આણંદ જૂના સેવા સદનમાં આવેલ લેબર કમિશ્નરની ઓફિસ જઇને લેખિતમાં રજૂઆત કરીને ન્યાયની માંગણી કરી છે આણંદ વિદ્યા ડેરીમાં દૂધ પેકીંગ સહિતની કામગીરી માટે કોન્ટ્રાકટર કામદારોની ભરતી કરવામાં આવી હતી. જેઓને દૈનિક રૂા 300નો રોજ અપવામાં આવતો હતો.

પરંતુ ઓવરટાઇમના નાંણા વધુ આપવાના થતાં દૂધ પેકીંગ સેકશનના અધિકારી દ્વારા કામદારોને ખોટી રીતે હેરાન કરીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. કામદારોને કોઇ પણ જાતની જણ કર્યા સિવાય અચાનકજ છુટા કરી દેવામાં આવ્યા હતા. અમોને ડેરીના કોન્ટ્રાકટરે કામ કરવા માટે વિદ્યા ડેરીમાં મોકલ્યા હતા. તેથી તેઓને છુટા કરવાનો કોઇ અધિકાર ન હોવા છતાં છૂટા કરી દેવામાં આવ્યા છે. જેના વિરોધમાં જીગ્નેશ સોલંકી,ભરત વાધેલા સહિતના કામદારો વિદ્યા ડેરી પાસે કોન્ટ્રાકટર વિરૂધ્ધ રોષ વ્યકત કર્યો હતો.

તેમજ કામદારો ભેગા મળીને આણંદ જિલ્લા લેબર કમિશ્નરની કચેરી જઇને લેખિતમાં રજૂઆત કરીને ન્યાયની માંગ કરી છે. સાથે સાથે કામદારોને વેતનની રકમ તથા ઓવરટાઇમના નાંણા સરકારના ધારા ધોરણ મુજબ ચુકવવાની રજૂઆત કરી હતી. લેબર કમિશ્નરે કામદારોની વાત રજૂઆત સાંભળીને પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...