તંત્રમાં દોડધામ મચી:આણંદ કડિયા નાક પર તંત્રએ બ્લોકની કામગીરી અધુરી છોડી દેવાતા આક્રોશ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર જગ્યામાં છેલ્લા બે દાયકાથી શ્રમજીવીઓનો સવારે મેળો ભરાતો હતો
  • વડોદરા પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં ફરિયાદ કરાતાં તંત્રમાં દોડધામ મચી

આણંદ નવા બસ સ્ટેશન પાસે શ્રમજીવીઓનો રોજગારી મેળવવા માટે નવા બસ સ્ટેન્ડ સામે આવેલી જગ્યામાં મેળો દરરોજ ભરાતો હોવાથી મોટી સંખ્યામા શ્રમજીવીઓ રોજગાર માટે ઉમટી પડે છે.ત્યારે શ્રમજીવીઓને ધૂળમાં ઉભા રહેવાની ફરજ પડતી હોવાથી તંત્ર દ્વારા બ્લોક નાંખવાની કામગીરી શરૂકરવામા આવી હતી. પરંતુ તંત્ર દ્વારા એકાએક કામગીરી બંધ કરી દેવાતા હાલાકીઓનો ભોગ બની રહ્યા છે.

આણંદ નવા બસ સ્ટેશન પાસે ખાલી પડતર જગ્યામાં બે દાયકાથી શ્રમજીવીઓનો વહેલી સવારે મેળો ભરાય છે. મોટી સંખ્યામાં આણંદ શહેર સહિત આજુબાજુના ગામડા ઓમાંથી રોજગારી માટે મોટી સંખ્યામા શ્રમજીવી વર્ગ ઉમટી પડે છે. પરંતુ ધૂળમાં શ્રમજીવીઓને બેસવું પડતું હોવાથી સ્થાનિક વિસ્તારના રમેશભાઇ સહિત અન્ય રહીશોએ બ્લોક નાંખવા માટે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બ્લોકની કામગીરી શરૂ કરતાંની સાથે એકાએક બંધ કરી દેવાઇ હતી.આ અંગે વડોદરા પ્રાદેશિક કમિશ્નર ફરિયાદ કરવામાં આવી હતી. પ્રાદેશિક કમિશ્નરે વહેલી તકે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા આદેશ કર્યો હતો. છતાં પણ આજદીન સુધી બ્લોક નાંખવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવતાં લોકો રોષ ફાટી નિકળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...