આણંદ નગર પાલિકા હસ્તક વોર્ડ નંબર 10માં શાસ્ત્રી મેદાન પાસે સોનારીયા પુરા વિસ્તાર આવેલ છે.ત્યારે 500થી વધુ રહીશો વર્ષોથી વસવાટ કરે છે.આ અંગે રહીશ વિજયભાઈ ચાવડાએ જણાવેલ કે અમારા વિસ્તારમાં કોલેરા,ઝાડા, ઉલ્ટી જેવી બિમારીએ માથુ ઉચક્યું છે. આથી રહીશોએ વોર્ડ 10ના કાઉન્સિલરોને જાણ કરી ફરીયાદ કરવા છતાંય સાફ સફાઈ સહિતની કામગરી હાથ ધરવામાં આવતી નથી.ફકત ચુંટણી હોય ત્યારે તેઓ દેખાતા હોય છે.વધુમાં સ્થાનિક રહીશોએ જણાવેલ કે આણંદ નગર પાલિકા સેનેટરી વિભાગના અધિકારીઓ સહિત પાણી પુરવઠા પુરવઠા વિભાગની બેદરકારીઓનો અમે ભોગ બની રહ્યા છે.જો કે છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી દુષિત આવે છે.તેમજ શાસ્ત્રી મેદાન દિવાલ બનાવી દીધી હોવાથી વરસાદી પાણી ભરાઇ રહે છે.પાલિકા તંત્ર દ્વારા ગંદકી અને વરસાદી પાણીનો નિકાલ સહિત સાફ સફાઈ હાથ ધરવામાં આવતી નથી.જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઝાડા -ઉલ્ટી સહિત કોલેરા ફાટી નીકળ્યો હોય તેમ ધરેધરે બિમારીના ખાટલા જોવા મળી રહ્યા છે.રહીશો ટેક્સ ભરવા છતાંય રહીશોને મળવા પાત્ર સુવિધાઓથી વંચિત રાખવામા આવે છે.આમ ,પાલિકા તંત્રના પાપે ધરે ધરે બિમારીના ખાટલા થઈ ગયા હોવાથી હાય રે પાલિકા હાય. ..હાય જેવા મહિલાઓ સહિત રહીશોએ સુત્રોચ્ચાર કરીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે પાલિકાના ચીફ અોફિસર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે, સોનારીયા વિસ્તારમાં કોલેરા, ઝાડા ઉલ્ટી જેવી બિમારી સંદર્ભે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.