તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:શીલી-અહીમાં મહી નદીનો પટ ભાડે અપાતા ગ્રામજનોમાં રોષ, જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ જીલ્લાના અહીમા શીલી ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં 60 વીઘા પટમાં રેતી ઉત્ખનન માટે બ્લોક આપી દેવાતા શ્રી રાજપુત કરણી સેના દ્વારા તેના વિરોધમાં આજે કલેકટરને આવેદનપત્ર આપી રેતી ઉત્ખનન માટે આપવામાં આવેલ બ્લોકની લીઝ તાકીદે રદ કરવાની માંગ કરી છે.

ખાણ ખનીજ વિભાગ દ્વારા તાજેતરમાં મહી નદીના 18 કિલોમીટરના તટ પૈકી10 કિલોમીટરથી વધુનો તટ અહીમા શીલી પાસે રેતીના ઉત્ખનન માટે ભાડાપટે આપી દેવામાં આવ્યો છે અને અહીમા શીલીમાં હવે માત્ર ૮ કિલોમીટરનો પટ ખેતીલાયક બચ્યો છે. જેના વિરોધમાં શ્રી રાજપુત કરણી સેના દ્વારા આણંદ ખાતે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર 10 કિલોમીટર જેટલો નદીનો પટ રેતી ઉત્ખનન માટે ભુમાફિયાઓને બ્લોક પાડીને ભાડાપટે આપી દેવામાં આવતા જેના કારણે નદીના પટમાં ખેતી કરતા 500 જેટલા પરિવારોની આજીવિકા પર તેની અસર પડશે તેમજ ધાર્મિક આસ્થાને પણ ઠેસ પહોંચશે. અને પર્યાવરણને પણ નુકસાન થશે. જે ભરપાઈ કરી શકાશે નહી. જેથી રેતી ખનન માટે ફાળવાયેલા બ્લોક તાત્કાલિક રદ કરવાની માંગણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો