અંડરપાસ માટે આંદોલન:તારાપુરના ઈન્દ્રણજ ગામ પાસે મંજૂરી પ્રમાણે અંડરપાસ ન બનાવાતા ગ્રામજનોમાં રોષ

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસદ-તારાપુર-વટામણ સિક્સલેન માર્ગ પર બની રહ્યો છે અંડરપાસ

વાસદ – તારાપુર – વટામણ ધોરી માર્ગ સિક્સલેન બન્યા બાદ અંડરપાસને લઇ વિરોધ ઉઠ્યો છે. જેમાં તારાપુરના ઇન્દ્રણજ ગામના લોકોએ અંડરપાસ જે સ્થળે મંજુર કર્યો છે, તેનાથી ભળતી જગ્યાએ બનાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરી લડતના મંડાણ કરતાં દોડધામ મચી ગઈ હતી.

તારાપુર - બગોદરા તરફ સિક્સલેન હાઈવે રોડ પર ઈન્દ્રણજ પાસે સિક્સલેન હાઈવેના નકશા પ્રમાણે ઈન્દ્રણજથી બામણગામ જવાના રાજમાર્ગ પર અંડરપાસ બ્રીજ મંજુર થયો હતો. જોકે, આ અંડરપાસ બ્રિજને અન્ય ગામના મુખ્ય રસ્તા પર બનાવવાનું આયોજન કરાતા આ રાજમાર્ગ પર આવતા જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને રાહદારી ખેડૂતોએ અને શિક્ષકોએ નાના અંડરપાસ બ્રીજની માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ઈન્દ્રણજ પાસે સિક્સલેન હાઈવેનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં હાઈવે રોડના નકશા પ્રમાણે ઈન્દ્રણજથી બામણગામ જતા રાજમાર્ગ પર બ્રીજનું નિર્માણ કાર્ય થવાનું હતું. જે કેટલાક ગ્રામજનોએ વિરોધ કરી તેને રોકાવી અને અંડરપાસ બ્રીજને ગામના મુખ્ય રસ્તા પર બનાવવાનું નક્કી કર્યું છે. આથી, આ રાજમાર્ગ પરથી નકશા પ્રમાણે જે બતાવેલા રસ્તા પર જ અંડરપાસ બ્રીજ બનાવાય અથવા તો આ રસ્તા પર બીજો એક નાનો અંડરપાસ બ્રીજ બનાવાય તેવી માગ સાથે મંગળવારે વિરોધ દર્શાવ્યો છે. જે વિરોધમાં સ્કુલના બાળકો, વાલીઓ, ગામના ખેડૂતો રાહદારીઓ અને શાળા સંચાલક સહિત શિક્ષકોએ હાઇવે પર ઉભા રહી ભારે સુત્રોચ્ચાર સાથે બીજા નાના અંડરપાસ બ્રીજની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...