સમસ્યા:મંગળપુરા રોડ સ્થિત ચામુંડાનગરમાં વિકાસ અટકતાં સ્થાનિકોમાં આક્રોશ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 13માં વિવિધ સમસ્યા
  • કાઉન્સિલરો પોતાના રહેણાંક વિસ્તારોને જ સજાવે છે

આણંદ શહેરના ગણેશ ચોકડી સ્થિત મંગળપુરા રોડ સ્થિત ચામુંડાનગરમાં હાલ વરસાદી સીઝનને પગલે સ્થાનિકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ સુધી વિસ્તારમાં ભરાયેલા પાણીનો કોઈ નિકાલ થતો નથી. જેને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ સમસ્યા સર્જાય છે. મહત્વની બાબત એ છે કે, સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે, વોર્ડ નંબર 13માં આવતા આ વિસ્તાર પ્રત્યે વોર્ડના ચારેય કાઉન્સિલરો દ્વારા ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. તેના બદલે તેઓ જે વિસ્તારમાં રહે છે તેનો જ વિકાસ કરી રહ્યા છે.

સ્થાનિકોએ તેમની સહી સાથે આપેલી લેખિત રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવી હતી. પરંતુ પાઈપની સાઈઝ જરૂર કરતાં જે તે વખતે નાની હતી. જેને કારણે પાણીનો નિકાલ થતો નથી. આ ઉપરાંત વિસ્તારમાં આરસીસી રોડની પણ કોઈ વ્યવસ્થા કરાઈ નથી. જેને પગલે સ્થાનિકોન અવાર-નવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...