સંગ્રામ પંચાયત:આણંદ તાલુકામાં 44 ગ્રામ પંચાયત માંથી 23 માં સરપંચ પદ મહિલા માટે અનામત

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1.72 લાખથી વધુ મતદારો દ્વારા 44 સરપંચ અને 300થી વધુ વોર્ડના સભ્યો ચૂંટાશે

આણંદ જિલ્લાની 192 ગ્રામ પંચાયતોની આગામી 19મી ડિસેમ્બરે ચૂંટણીની જાહેરાતના પગલે ગ્રામ્ય સ્તરે રાજકીય ગરમાવો આવી ગયો છે. આણંદ જિલ્લાના કુલ 8 તાલુકામાંથી આણંદ તાલુકાની વાત કરીએ તો અહીયા 44 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. આ વખતે ભાજપ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં આણંદ તાલુકાના ગામડોઓમાં વધુમાં વધુ ભાજપ સમર્થિત સરંપચ અને સભ્યો ચૂંટાયા તે માટે આણંદ જિલ્લા ભાજપ સંગઠનને કવાયત હાથ ધરી છે. જયારે કોંગ્રેસ પણ ગામડાઓમાં પોતાના દબદબો જળવાઇ રહે તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ચૂંટણી પંચ દ્વારા નવા જાહેર કરાયેલા બેઠકોના રોટેશન પર નજર કરી તો આ વખતે 44માંથી 23 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે અનામત છે. જેમાં અનુસુચિત ,આદિજાતિ સહિત બેઠકોનો પણ સમાવેશ થાય છે. આણંદ તાલુકાના 44 ગ્રામ પંચાયતોમાંથી 10 હજારથી વધુ વસતી ધરાવતા સારસા, ચિખોદરા, સામરખા અને હાડગુડ ગ્રામ પંચાયત પર તમામ રાજકીય પક્ષોની નજર રહેલી છે. આ ચાર ગામો વિધાનસભામાં પણ ચૂંટણી ટાણે ઉથલપાથલ કરવામાં સક્ષમ છે.

સરપંચ પદ માટે જાહેર થયેલું રોટેશન
અનુસૂચિત જાતિ મહિલા અનામત (1 ગામ) રાહતલાવ, અનુસૂચિત જાતિ સામાન્ય અનામત(1 ગામ) વાસદ, અનુસૂચિત આદિજાતિિ(1 ગામ) ગામડી, સામાજિક શૈક્ષણિક પછાત મહિલા અનામત (2 ગામ) કાસોર અને કણભાઇપુરા સામાજિક શૈક્ષણિક પછાત સામાન્ય અનામત (2 ગામ) ખંભોળજ ,ખાંધણી, સામાન્ય મહિલા અનામત (19 ગામ) અજુપુરા, આંકલાવડી, બેડવા, ચિખોદરા, હાડગુડ, જીટોડિયા, ઝાંખરીયા, જોળ,ખાનપુર, ખેરડા, કુંજરાવ, લાંભવેલ, મેઘવા(ગાના), મોગર, નાપાડ તળપદ,નાપાડ વાંટા, નાવલી, રાજુપુરા, બિન અનામત સામાન્ય (18 ગામ) અડાસ, અજરપુરા,ગાના, મોગરી,રામનગર, રાસનોલ, રાવળાપુરા, સદાનાપુરા, સામરખા, સંદેશર, સારસા, સુંદણ, ત્રણોલ, વડોદ, વઘાસી, વહેરાખાડી, વલાસણ, વાંસખીલીયા

અન્ય સમાચારો પણ છે...