તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં થવાની છે. ત્યારે કેન્સર થવાના મુક્ય કારણોમાં એક તમાકુનું વ્યસન છે. સમગ્ર વિશ્વમાં 43 લાખ હેકટરમાં તમાકુ થાય છે.તમાકુ પકવતા દેશોમાં ચીન,ઓસ્ટ્રેલિયા અને ભારતનો સમાવશે થાય છે. આમ તમાકુનું વાવતેર131 દેશમાં થાય છે.ભારતમાં તમાકુનું ઉત્પાદનમાં ગુજરાત રાજયના આણંદ,ખેડા અને વડોદાર જિલ્લામાં 1 લાખ હેકટરમાં તમાકુ ઉત્પાદન થાય છે. તે જોતા વિશ્વની 3 ટકા તમાકુ તો મધ્ય ગુજરાત પકવે છે.
આણંદના કેન્સર નિષ્ણાંત ડૉ.શૈલેષ શાહે જણાવ્યું+ હતું કેચરોતર તમાકુ પકવામાં રાજય અગ્રેસરની સાથે તમાકુના કારણે ગળાના કેન્સરના રાજયના 100 કેસમાં 25 કેસ ચરોતરના જોવા મળે છે.જે ચિંતાનો વિષય છે.સરકાર કોરોની મહામારી કારણે એક વર્ષમાં દેશમાં 1.54 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તેને અટકાવવા માટે ધમપછાડા થઇ રહ્યાં છે. ત્યારે તમાકુના કારણે દેશમાં 7 થી 8 લોખો મરી ગયા છે. જો ગુજરાતની વાત કરી 4389 લોકોના મોત કોરોનાકારણે થયા છે.તેની સામે 1 વર્ષમાં રાજયમાં 25 હજાર લોકો તમાકુના કારણે મોત નિપજે તે માટે પણ આરોગ્ય વિભાગ સહિત સરકારા આયોજન કરવાની જરૂર છે.
2018માં તમાકુનું વાવેતર 10 ટકા ઘટયું હતું
કેન્દ્ર અને રાજય સરકારે ખેડૂતોને તમાકુના પાકની જગ્યાએ અન્ય પાક તરફ વાળવા માટે પ્રોત્સાહીત કર્યા હતા.કેટલીક યોજના અમલ મુકી હતી.જેના કારણે 2018માં તમાકુના વાવેતરમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આણંદ જિલ્લામાં 53 હજાર હેકટરમા અને ખેડા જિલ્લામાં 24 હેકટરમાં તમાકુ થઇ હતી.પરંતુ ત્યારબાદ સરકારે આ બાબતે રસ ન દાખવતા ખેડૂતો સારૂ વળતર મેળવવા તમાકુના પાક તરફ વળ્યા હતા.તેના ભાગરૂપે 2020માં 10 હજાર હેકટરમાં તમાકુનું વાવેતર વધ્યું છે. રાજયમાં સરેરાશ 69 હજાર હેકટર તમાકુ આણંદ જિલ્લામાં થાય છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.